ભારત અને શ્રીલંકા વચ્ચે શનિવારે ટક્કર, આ હોઈ શકે છે બંન્ને ટીમોની પ્લેઇંગ 11

વિશ્વ કપ ક્રિકેટ 2019મા શનિવારે ટીમ ઈન્ડિયાનો મુકાબલો શ્રીલંકા સામે થશે. ભારતીય ટીમ પહેલા જ સેમિફાઇનલમાં પહોંચી ચુકી છે જ્યારે શ્રીલંકા સ્વદેશ વાપસી પહેલા પોતાની અંતિમ મેચ રમશે કારણ કે તે સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
 

ભારત અને શ્રીલંકા વચ્ચે શનિવારે ટક્કર, આ હોઈ શકે છે બંન્ને ટીમોની પ્લેઇંગ 11

નવી દિલ્હીઃ વિશ્વ કપ ક્રિકેટ 2019મા શનિવારે ટીમ ઈન્ડિયાનો મુકાબલો શ્રીલંકા સામે થશે. ભારતીય ટીમ પહેલા જ સેમિફાઇનલમાં પહોંચી ચુકી છે જ્યારે શ્રીલંકા સ્વદેશ વાપસી પહેલા પોતાની અંતિમ મેચ રમશે કારણ કે તે સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. વિરાટ કોહલીની આગેવાની વાળી ભારતીય ટીમ સેમિફાઇનલમાં ઉતરતા પહેલા પોતાની અંતિમ મેચ જીતવા ઈચ્છશે તો શ્રીલંકા પણ જીતની સાથે ઘર વાપસી કરવા ઉતરશે. ટીમ ઈન્ડિયાની પાસે તક છે કે તે પોતાની ખામીને દૂર કરવા પ્રયત્ન કરે. ખાસ કરીને નંબર-4 પર. આ મેચ લીડ્સમાં રમાશે અને ભારતીય સમય અનુસાર બપોરે 3 કલાકે શરૂ થશે. અહીં અમે તમને બંન્ને ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન વિશે જાણકારી આપી રહ્યાં છીએ. 

ભારતઃ મધ્યમક્રમથી ચિંતા
રોહિત, રાહુલ અને ત્યારબાદ વિરાટ કોહલી. નંબર ચાર પર વિજય શંકર, કેદાર જાધવ અને રિષભ પંતને અજમાવવામાં આવ્યો. તેમાંથી કોઈ વધુ પ્રભાવિત કરી શક્યા નથી. શંકર ઈજાગ્રસ્ત થયો તો મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે ઓપનર છે અને તેને ઓપનિંગમાં મોકલવામાં આવે તો રાહુલ પોતાની જૂની જગ્યા 4 નંબર પર રમશે. બોલિંગમાં કોઈ ફેરફારની આશા નથી. 

આ હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11
રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, હાર્દિક પંડ્યા, એમએસ ધોની, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને યુજવેન્દ્ર ચહલ. 

શ્રીલંકાઃ ફેરફાર કરશે કરૂણારત્ને?
શ્રીલંકા આ વિશ્વકપમાં પોતાના પ્રદર્શનને ભૂલીને આગળ વધવા ઈચ્છશે. બેટિંગમાં ખાસ કરીને નિરાશ કર્યાં છે. કેપ્ટન દિમુથ કરૂણારત્ને નવો અને યુવા છે. મલિંગા સિવાય બોલિંગમાં પણ અન્યએ ઉલ્લેખનીય પ્રદર્શ કર્યું નથી. શ્રીલંકાએ પોતાની છેલ્લી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને પરાજય આપ્યો હતો. 

આ હોઈ શકે છે શ્રીલંકાની પ્લેઇંગ  XI
દિમુથ કરૂણારત્ને, કુશલ મેન્ડિસ, કુશલ પરેરા, લાહિરુ થિરિમાને, એન્જેલો મેથ્યૂઝ, લસિથ મલિંગા, થિસારા પરેરા, સુરંગા લકમલ, મિલિંદા શ્રીવર્ધના, જીવન મેન્ડિસ અને ઇસુરૂ ઉડાના. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news