બ્રિટિશ બોડિગાર્ડ સાથે ભાગી દુબઇના રાજાની પત્ની, લંડનમાં કરે છે જલસા !

વિશ્વના અમીર લોકો પૈકીનાં એક અને દુબઇના શાસક શેખ મોહમ્મદ બિન રાશીદ અલ મકતુમની પત્ની હયા બિંત અલ હુસૈન ગત્ત અઠવાડીયે 271 કરોડ રૂપિયા મુદ્દે દુબઇથી ફરાર થઇ ગયા હતા. તેની સાથે તેનાં 2 બાળક શૈખ જાયદ અને શેખા અલ જલિલા પણ છે. એક બ્રિટિશ વેબસાઇટ અનુસાર નવા રિપોર્ટ અનુસાર રાજકુમારી હયા એક બ્રિટિશ બોડિગાર્ડ સાથે ભાગી ગઇ હતી. મળતી માહિતી અનુસાર હયા તે સમયે લંડનમાં  રહી રહી હતી અને ઝડપથી તલાકની અરજી પણ આપી શકે છે. 

Updated By: Jul 5, 2019, 08:46 PM IST
બ્રિટિશ બોડિગાર્ડ સાથે ભાગી દુબઇના રાજાની પત્ની, લંડનમાં કરે છે જલસા !

લંડન : વિશ્વના અમીર લોકો પૈકીનાં એક અને દુબઇના શાસક શેખ મોહમ્મદ બિન રાશીદ અલ મકતુમની પત્ની હયા બિંત અલ હુસૈન ગત્ત અઠવાડીયે 271 કરોડ રૂપિયા મુદ્દે દુબઇથી ફરાર થઇ ગયા હતા. તેની સાથે તેનાં 2 બાળક શૈખ જાયદ અને શેખા અલ જલિલા પણ છે. એક બ્રિટિશ વેબસાઇટ અનુસાર નવા રિપોર્ટ અનુસાર રાજકુમારી હયા એક બ્રિટિશ બોડિગાર્ડ સાથે ભાગી ગઇ હતી. મળતી માહિતી અનુસાર હયા તે સમયે લંડનમાં  રહી રહી હતી અને ઝડપથી તલાકની અરજી પણ આપી શકે છે. 

નિર્મલાએ સૂટકેસને કહ્યું અલવિદા, ચિદમ્બરમે કહ્યું અમારા નાણામંત્રી iPadમાં લાવશે ડોક્યુમેન્ટ
મળતી માહિતી અનુસાર શેખ મોહમ્મદ અને રાજકુમારી હયાની વચ્ચે બાળકોના સંરક્ષણ, પરિવારના વિભાજન અને જાયદાદ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ અંગે કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે. આ મહિનાના અંતમાં કેસની નિર્ણાયક સુનવણી ચાલુ થવાની છે. આ તરફ રાજકુમારી હયાએ અચાનક દુબઇ છોડી દીધું. મળતી માહિતી અનુસાર  હયા જર્મની થઇને બ્રિટન ભાગી ગઇ અને ત્યાં તેમણે બકિંગમ પેલેસ ગાર્ડ્સમાં એક મકાન ખરીદ્યું છે. આ ઘરની કિંમત કરોડો રૂપિયા છે. બકિંઘમ પેલેસ ગાર્ડસ એક એવો વિસ્તાર છે જ્યાં વિશ્વના સૌથી મોંઘા મકાન છે. ત્યાં રાજકુમારી હત્યા બાળકોની સાથે એશો આરામનું જીવન જીવે છે. 

અમારા બંન્ને ભાઇઓ વિરુદ્ધ કોઇ બોલશે તો ચીરી નાખીશું: તેજપ્રતાપનું વિવાદિત નિવેદન

ભાજપ-કોંગ્રેસ બાદ હવે શિવસેના નગરસેવકની દબંગાઇ, ચિકન વેપારીને માર્યો માર
રાજકુમારી હયા મોહમ્મદ શેખની છઠ્ઠી પત્ની છે. મળતી માહિતી અનુસાર તેમની વચ્ચે દરાર ત્યારે પેદા થઇ જ્યારે ગત્ત વર્ષે શેખ મોહમ્મદની એક પુત્રી શેખા લતીફાએ દેશમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો. ત્યાર બાદ રાજકુમારી હયા અને શેખ મોહમ્મદની વચ્ચે સંબંધો અસામાન્ય થઇ ગયા હતા. શેખની પુત્રી શેખા લતીફાને ભારતની સમુદ્રી સીમા નજીક સેનાએ અટકાવી હતી અને ફરી એકવાર દુબઇ મોકલી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમનો એક વીડિયો  પણ વાઇરલ થયો હતો જેમાં તેણે જણાવ્યું કે, તેને કેદ રાખવામાં આવી છે અને તેના પિતા તેને કોઇ જ આઝાદી આપતા નથી.