દુનિયાભરમાં ટ્વીટરનું સર્વર થયું ડાઉન, યુઝર્સ થયા પરેશાન

ટ્વીટરનું સર્વર ડાઉન થયા બાદ કોઈ યુઝર જ્યારે ટ્વીટ કરવા માટે કે ટ્વીટ જોવા માટે પ્રયાસ કરતો હતો ત્યારે તેને 'Somthing Went Wrong' અને 'Try Again' લખેલો મેસેજ જોવા મળતો હતો 
 

દુનિયાભરમાં ટ્વીટરનું સર્વર થયું ડાઉન, યુઝર્સ થયા પરેશાન

નવી દિલ્હીઃ સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વીટરનું સર્વર બુધવારે રાત્રે લગભગ 1 કલાક સુધી ડાઉન રહ્યું હતું. ટ્વીટરનું સર્વર ડાઉન થતાં યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. યુઝર્સ ટ્વીટ તો કરી શકતા હતા, પરંતુ તેમને પોતાની ટ્વીટ દેખાતી ન હતી. 

ટ્વીટરનું સર્વર ડાઉન થયા બાદ કોઈ યુઝર જ્યારે ટ્વીટ કરવા માટે કે ટ્વીટ જોવા માટે પ્રયાસ કરતો હતો ત્યારે તેને 'Somthing Went Wrong' અને 'Try Again' લખેલો મેસેજ જોવા મળતો હતો. 

માત્ર ડેસ્કટોપ જ નહીં પરંતુ Android અને iOS પ્લેટફોર્મ પર પણ ટ્વીટરના યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ફોન પર પણ 'can no retrive tweets at the moment' અને 'something went wrong' લખેલું જોવા મળતું હતું. TweetDeck પર પણ આવી જ મુશ્કેલી જોવા મળતી હતી. 

ડાઉનડિટેક્ટર નામની એક વેબસાઈટ અનુસાર દુનિયાભરમાં ટ્વીટર ભારતીય સમયાનુસાર રાત્રે લગભગ 8.00 કલાકે ડાઉ થયું હતું. ભારત, જાપાન, બ્રિટન, દક્ષિણ અમેરિકા, યુરોપ અને ઉત્તર અમેરિકાના તમામ યુઝર્સ ટ્વીટર ડાઉન થવાની સમસ્યાથી પ્રભાવિત થયા હતા. જોકે, ટ્વીટરે હજુ સુધી એ સ્પષ્ટતા કરી નથી કે કયા કારણે ટ્વીટર ડાઉન થયું હતું. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news