IND vs WI- આ નવી શરૂઆત, યુવાઓ માટે તકઃ કોહલી

મિશન વર્લ્ડ કપમાં નિષ્ફળ રહ્યાં બાદ ભારતીય ટીમ આગામી વર્ષે રમાનારા ટી-20 વિશ્વકપના અભિયાન માટે લાગી ગઈ છે. ભારતીય ટીમ તેની તૈયારીની શરૂઆત શનિવારથી વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાનારી ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોની સાથે કરશે. 

IND vs WI- આ નવી શરૂઆત, યુવાઓ માટે તકઃ કોહલી

લાઉડરહિલ (ફ્લોરિડા): મિશન વર્લ્ડ કપમાં નિષ્ફળ રહ્યાં બાદ ભારતીય ટીમ આગામી વર્ષે રમાનારા ટી-20 વિશ્વકપના અભિયાન માટે લાગી ગઈ છે. ભારતીય ટીમ તેની તૈયારીની શરૂઆત શનિવારથી વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાનારી ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોની સાથે કરશે. કેપ્ટન વિરાટ કોહલીએ મેચની પૂર્વ સંધ્યા પર કહ્યું કે, વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી20 આંતરરાષ્ટ્રીય અને ત્યારબાદ વનડે સિરીઝનો ઉદ્દેશ વિશ્વ કપ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે થયેલા પરાજયને ભૂલાવીને ટીમને નવી રીતે તૈયાર કરવાનો છે. 

કોહલીએ કહ્યું, 'અમારે આગામી વર્ષે ટી20 વિશ્વકપ રમવાનો છે. આ સાથે ટેસ્ટ ચેમ્પિયનશિપની પણ શરૂઆત થઈ રહી છે. અમે એક નવી શરૂઆતની તૈયારી કરી રહ્યાં છીએ. દર વખતે વસ્તુ તમારા હિસાબથી થતી નથી. તમારૂ શરૂઆતથી વસ્તુની શરૂઆત કરવાની હોય છે. હવે વિશ્વ કપ ટાઇટલ માટે તમારે બીજીવાર પ્રયત્ન કરવો પડશે.'

જ્યારે હવે એમએસ દોની આ પ્રવાસ પર નથી તો ભારતીય ટીમ તેનાથી અલગ યોજના બનાવવા પર કામ કરી રહી છે. કોહલીએ કહ્યું, 'ધોનીનો અનુભવ અમારા માટે ખુબ જરૂરી રહ્યો છે. પરંતુ આ રિષબ પંત માટે એક તકની જેમ છે કે તે વધુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમે અને પોતાની પ્રતિભાને સાબિત કરે.'

કોહલીએ કહ્યું, 'ટીમમાં હાર્દિક પંડ્યા અને એમએસ જેવા ફિનિશર નથી. આ યુવા ખેલાડીઓ માટે સારી તક છે.' આગામી વર્ષે રમાનારા ટી20 વિશ્વ કપને જોતા આ યુવા ખેલાડીઓ માટે સારી તક છે. કોહલીએ તે પણ કહ્યું કે, તે એવા ખેલાડીઓનો મોટો પ્રશંસક છે, જે તમામ ફોર્મેટમાં પોતાને ઢાળી લે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news