IPL 2022: શું હોલિકોપ્ટર શોર્ટની પ્રેક્ટિસ કરી રહ્યો છે રોહિત શર્મા? મુંબઈ ઈન્ડિયન્સે પોસ્ટ કર્યો વીડિયો
આઈપીએલમાં મુંબઈએ પોતાની છેલ્લી લીગ એવોર્ડ વર્ષ 2020માં UAE માં રમાયેલી ટૂર્નામેન્ટમાં દિલ્હી કેપિટલ્સને હરાવીને જીત્યો હતો. મુંબઈએ 2019 અને 2020માં સળંગ 2 વાર આઈપીએલ કપ પોતાના નામે કર્યો હતો. એકવાર ફરીથી મુંબઈ ઈન્ડિયન્સ પોતાની ટ્રોફીમાં વધારો કરવા મેદાનમાં જીતવાના ઈરાદે ઉતરશે.
Trending Photos
નવી દિલ્હી: મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત રોહિત શર્મા આઈપીએલની તૈયારીમાં લાગી ગયા છે, તેઓ નેટમાં પેક્ટિસ કરીને પરસેવો પાડી રહ્યા છે. આઈપીએલની 15મી સિઝનની શરૂઆત પહેલા રોહિત શર્માની બેટિંગ પેક્ટિસનો એક વીડિયો મુંબઈ ઈન્ડિયન્સ ટીમે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. જે ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી 5 વખત ટીમને એવોર્ડ જીતાડનાર રોહિત શર્મા IPL નો સૌથી સફળ કેપ્ટન માનવામાં આવે છે.
હેલીકોપ્ટર શોર્ટની પેક્ટિસ કરી રહ્યો છે રોહિત
આઈપીએલમાં મુંબઈએ પોતાની છેલ્લી લીગ એવોર્ડ વર્ષ 2020માં UAE માં રમાયેલી ટૂર્નામેન્ટમાં દિલ્હી કેપિટલ્સને હરાવીને જીત્યો હતો. મુંબઈએ 2019 અને 2020માં સળંગ 2 વાર આઈપીએલ કપ પોતાના નામે કર્યો હતો. એકવાર ફરીથી મુંબઈ ઈન્ડિયન્સ પોતાની ટ્રોફીમાં વધારો કરવા મેદાનમાં જીતવાના ઈરાદે ઉતરશે. જેના માટે મુંબઈના કેપ્ટન રોહિત શર્મા પોતાની બેટિંગમાં લોફ્ટેડ શોટથી લઈને, કવર ડ્રાઈવ, સ્કાવયર કટ અને હેલીકોપ્ટર શોટની પ્રેક્ટિસ કરતા પણ નજરે પડી રહ્યા છે.
"Post Rohit batting video admin." 🎥🙏
Here you go, Paltan! 😌💙#OneFamily #MumbaiIndians @ImRo45 pic.twitter.com/UCXZWYTSnJ
— Mumbai Indians (@mipaltan) March 19, 2022
મુંબઈ ઈન્ડિયન્સે આ વીડિયોને ફેન્સની ડિમાન્ડ ગણાવીને પોસ્ટ કર્યો છે. રોહિત શર્માએ તાજેતરમાં ભારતીય ટીમના કેપ્ટનના રૂપમાં એક સફળ સીઝનનો અંત કર્યો છે. ટી20 વર્લ્ડકપ બાદથી રોહિત શર્માએ 14 મેચમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી, જેમાંથી રોહિતે તમામ મેચમાં જીત હાંસલ કરી. જોકે રોહિત તેના બેટથી કોઈ મોટી ઈનિંગ નોંધાવી શક્યો નથી, જેના કારણે રોહિતના પ્રશંસકોને થોડી નિરાશાનો સામનો કરવો પડ્યો છે.
કેપ્ટન રોહિત શર્મા IPLમાં અત્યાર સુધી 213 મેચ રમી ચૂક્યો છે, રોહિતે 208 ઈનિંગમાં 31.17ની સરેરાશથી 5611 રન બનાવ્યા છે. રોહિતના નામે લીગમાં એક સદી અને 40 અડધીસદી છે. રોહિતે કોલકાતા વિરુદ્ધ સદી ફટકારી હતી. મુંબઈના ફ્રેન્સ રોહિતની કેપ્ટનશિપની સાથે મોટી ઈનિંગ જોવાની આશા રાખી રહ્યા છે. મુંબઈને પોતાના અભિયાનની શરૂઆત 27 માર્ચે બ્રેબોર્ન સ્ટેડિયમમાં દિલ્હી વિરુદ્ધ મુકાબલાથી કરવાની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે