INDW vs ENGW Test: 7 વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટ રમવા ઉતરશે ભારતીય મહિલા ટીમ, ઈંગ્લેન્ડ સામે મુકાબલો

INDW vs ENGW Test : ભારતીય મહિલા ટીમ 7 વર્ષ બાદ ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ મેચ રમશે. આ મેચમાં 17 વર્ષીય યુવા ખેલાડી શેફાલી વર્માને તક મળી શકે છે. 

INDW vs ENGW Test: 7 વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટ રમવા ઉતરશે ભારતીય મહિલા ટીમ, ઈંગ્લેન્ડ સામે મુકાબલો

બ્રિસ્ટનઃ તૈયારી માટે વધુ સમય ન મળવા છતાં ઈંગ્લેન્ડમાં સારા રેકોર્ડ અને સકારાત્મક માનસિકતાની સાથે ભારતીય મહિલા ટીમ બુધવારે યજમાન ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ રમવા ઉતરશે. 

તેના દ્વારા ભારતીય મહિલાઓની ક્રિકેટની પરંપરાગત ફોર્મેટમાં સાત વર્ષ બાદ વાપસી થશે. ભારત અને બ્રિટનમાં ક્વોરેન્ટીન રહ્યાં બાદ મિતાલી રાજની ટીમને પ્રેક્ટિસ માટે એક સપ્તાહ મળ્યો, જ્યારે ટીમ નવેમ્બર 2014 બાદ પ્રથમ ટેસ્ટ મેચ રમી રહી છે. 

મિતાલી તે સાત ખેલાડીઓમાંથી એક છે જેણે મૈસુરૂમાં દક્ષિણ આફ્રિકાને તે મેચમાં હરાવ્યું હતું. મિતાલી, હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના અને ઝુલન ગોસ્વામી જેવા અનુભવી ખેલાડીઓએ હાલમાં ટેસ્ટ મેચ રમી નથી, જેથી યુવા ખેલાડીઓ માટે તો પડકાર વધુ મુશ્કેલ હશે. જેને ઘરેલૂ ક્રિકેટમાં પ્રથમ શ્રેણીની મેચ રમવાની તક મળતી નથી. 

પુરૂષ ટીમે સાઉથમ્પ્ટન પહોંચ્યા બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલની તૈયારી માટે આપસમાં જ પ્રેક્ટિસ મેચ રમી પરંતુ મહિલા ટીમ નેટ્સ પર અભ્યાસ કરી શકે જેથી ચાર દિવસીય મેચ માટે તેની તૈયારીઓ મજબૂત થઈ શકી નથી. 

બીસીસીઆઈના એક સૂત્રએ કહ્યું- ખેલાડી ફોર્મમાં છે અને ફિટ છે પરંતુ મેચ અભ્યાસનો કોઈ વિકલ્પ નથી. એક દિવસીય મેચ હોય કે ચાર દિવસીય, નેટ્સ પર અભ્યાસ સમાન જ હોય છે. 

તેમણે કહ્યું- કારણ કે આ ચાર દિવસીય મેચ છે તો સમય જ જણાવશે કે લાંબા સમય સુધી મેદાન પર રહેવા કે લાંબો સ્પેલ ફેંકવામાં સક્ષમ છે કે નહીં. અભ્યાસ મેચ રમે તો દબાવ રહે છે પરંતુ નેટ્સ પર તે દબાવ રહેતો નથી. 

હરમનપ્રીત પહેલાથી કહી ચુકી છે કે પ્રેક્ટિસ માટે સમય ન મળ્યો પરંતુ તેણે કહ્યું કે, ટીમ માનસિક રૂપથી તૈયાર છે. ભારતીય ખેલાડીઓને પુરૂષ ટીમના વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેથી ઉપયોગી સલાહ પણ મળી છે. 

તે સંભાવના છે કે 17 વર્ષની શેફાલી વર્મા આ મેચમાં મંધાનાની સાથે ઈનિંગની શરૂઆત કરશે. અનુભવી મિતાલી, હરમનપ્રીત અને પૂન રાઉત પર રન બનાવવાનો દારોમદાર હશે. રાહતની વાત છે કે ઈંગ્લેન્ડે ડ્યૂકની જગ્યાએ કૂકાબૂરા બોલની પસંદગી કરી છે.

હવે તે જોવાનું રહેશે કે લાંબા સમયથી ટેસ્ટ ક્રિકેટ ન રમનાર ઝુલન અને શિખા પાંડે લાંબા સ્પેલ ફેંકી શકશે કે નહીં. દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ સીમિત ઓવરોની ઘરેલુ સિરીઝમાં ફ્લોપ રહેલ સ્પિનર પણ પોતાનું પ્રદર્શન સુધારવા ઈચ્છશે. 

ભારતે ઈંગ્લેન્ડમાં આઠ મેચ રમી બે મેચ જીતી છે અને એક પણ ગુમાવી નથી. ઈંગ્લેન્ડની સ્ટાર ઓલરાઉન્ડર અને વાઇસ કેપ્ટન નેટ સ્કિવેર તે છ ખેલાડીઓમાંથી એક છે જેણે ઓગસ્ટ 2014માં ભારતની વિરૂદ્ધ છેલ્લી ટેસ્ટ રમી હતી. ભારતે વોર્મસ્લેમાં રમાયેલી આ મેચ છ વિકેટે જીતી હતી. 

ઈંગ્લેન્ડનું પગલું ભારે હોવા છતાં સ્કિવેરે કહ્યું- ભારતીય ટીમની પાસે યુવા પ્રતિભા છે જે ડર્યા વગર રમે છે. મેં આટલી નિડર ભારતીય ટીમ પહેલા ક્યારેય જોઈ નથી. મિતાલી અને ઝુલન જેવી અનુભવી ખેલાડીઓને કારણે તેને હરાવવી સરળ નથી. 

ટીમઃ
ભારતઃ મિતાલી રાજ (કેપ્ટન), સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર, પૂનમ રાઉત, પ્રિયા પુનિયા, દીપ્તિ શર્મા, જેમિમા રોડ્રિગ્સ, શેફાલી વર્મા, સ્નેહ રાણા, તાનિયા ભાટિયા, ઇંદ્રાણી રોય, ઝુલન ગોસ્વામી, શિખા પાંડે, પૂજા વસ્ત્રાકાર, અરૂંધતિ રેડ્ડી, પૂનમ યાદવ, એકતા બિષ્ટ, રાધા યાદવ.

ઈંગ્લેન્ડઃ હીથર નાઇટ (કેપ્ટન), એમિલી અર્લોટ, ટૈમી બ્યૂમોન્ટ, કૈથરીન બ્રંટ, કેટ ક્રોસ, ફ્રેયા ડેવિસ, સોફિયા ડંકલી, સોફી એક્સેલેટન, જોર્જિયા એલ્વિસ, ટૈશ ફરાન્ટ, સારા ગ્લેન, એમી જોન્સ, નેટ સ્કિવેર, આન્યા શ્રુબસોલે, મૈડી વિલિયર્સ, ફ્રાન વિલ્સન, લૌરેન વિનફીલ્ડ હિલ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news