Biden-Putin will meet in Geneva: બુધવારે જિનેવામાં પુતિન-બાઇડેનની મુલાકાત, શું બન્ને દેશોના સંબંધોમાં થશે સુધાર

બાઇડેન અને પુતિનની મુલાકાત પહેલા પુતિને રશિયન મીડિયા સમક્ષ કહ્યું હતું કે એવા ઘણા મામલા છે જેના પર આપણે અમેરિકા સાથે કામ કરી શકીએ છીએ. બન્ને દેશો માટે આ એક સકારાત્મક સંદેશ હતો.
 

Biden-Putin will meet in Geneva: બુધવારે જિનેવામાં પુતિન-બાઇડેનની મુલાકાત, શું બન્ને દેશોના સંબંધોમાં થશે સુધાર

વોશિંગટનઃ  Putin and Biden are scheduled to meet in Geneva: 16 જૂને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનની જિનેવામાં મુલાકાત થશે. આ બાઇડેન અને પુતિનની પ્રથમ મુલાકાત છે. આ મુલાકાત એવા સમયે થવા જઈ રહી છે જ્યારે બન્ને દેશોના આપસી સંબંધ સૌથી ખરાબ ચાલી રહ્યાં છે. તેનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય કે રશિયાએ હાલમાં અમેરિકાને એવા દેશોની યાદીમાં મુકી દીધું છે, જેની સાથે તેના મિત્રતાપૂર્ણ સંબંધ રહ્યાં નથી. આ પ્રકારના સંબંધોને અનફ્રેન્ડલી સ્ટેટનું નામ આપવામાં આવે છે. એટલું જ નહીં બન્ને દેશોમાં કોઈ રાજદૂત નથી. આવો જાણીએ આ બન્ને દેશો વચ્ચે કઈ રીતે સંબંધો ખરાબ થયા. બન્ને નેતાઓની મુલાકાતથી રશિયા અને અમેરિકાના કૂટનીતિક સંબંધોમાં સુધાર થશે.

વાર્તા માટે જિનેવાની પસંદગી
બન્ને નેતાઓનું આ પ્રતીકાત્મક રૂપથી સંમેલન ખુબ મહત્વનું છે. તેમણે કહ્યું કે, પુતિનની સાથે બાઇડેનની થનારી બેઠક પર બધાની નજર છે. વાર્તા માટે જિનેવાના સ્થાનની પસંદગી કરવી ખુબ મહત્વની છે. આ અંગે વાત કરતા પ્રોફેસર પંતે કહ્યુ કે, શીત યુદ્ધ દરમિયાન 1985માં પ્રથમવાર પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન અને પૂર્વ સોવિયત નેતા મિખાઇલ ગોર્બાચોવની મુલાકાત થઈ હતી. આ સ્થાન શીત યુદ્ધની યાદ અપાવે છે. પરંતુ તેમણે કહ્યું કે, તે વાતની સંભાવના ઓછી છે કે આ મુલાકાતમાં બન્ને નેતા વચ્ચે કોઈ વ્યક્તિગત તાલમેલ દેખાશે અને રાજનીકિત માહોલ શાંત થશે. આશા કરવામાં આવી રહી છે કે બન્ને નેતાઓ વચ્ચે લાંબી વાર્તા થવાની છે. પુતિન અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેનની સમાન દેખાવા ઈચ્છે છે. તે પોતાની શરતો પર સન્માન ઈચ્છે છે. તે પોતાની તાકાત દેખાડી શક્તિશાળી નેતાઓના સમૂહમાં બન્યા રહેવા ઈચ્છે છે. 

બન્ને દેશોના સારા સંબંધની આશા
બાઇડેન અને પુતિનની મુલાકાત પહેલા પુતિને રશિયન મીડિયા સમક્ષ કહ્યું હતું કે એવા ઘણા મામલા છે જેના પર આપણે અમેરિકા સાથે કામ કરી શકીએ છીએ. બન્ને દેશો માટે આ એક સકારાત્મક સંદેશ હતો. પુતિને કહ્યુ કે, અમે ઘણા મુદ્દામાં પરમાણુ હથિયાર નિયંત્રણ, સીરિયા અને લિબિયા ક્ષેત્ર સહિત પ્રાદેશિક ટકરાવ અને જળવાયુ પરિવર્તનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જો આપણે આ મુદ્દા પર કામ કરવાની રીત શોધી લઈએ ત્યારે કહી શકીએ કે આ મુલાકાત બેકાર જશે નહીં. 

પુતિને અમેરિકા અને પશ્ચિમી દેશોને બનાવ્યા નિશાન
હાલમાં રશિયાના રાષ્ટ્રપતિએ યૂરોપીય દેશોને નિશાન બનાવ્યા હતા. પુતિન માને છે કે આ સમયે પશ્ચિમી દેશ રશિયા માટે મોટો ખતરો છે. હાલમાં સેન્ટ પીટર્સબર્ગમાં આપવામાં આવેલા એક ભાષણમાં તેમણે કહ્યુ હતું કે, અમેરિકા અમારા વિકાસને રોકવા ઈચ્છે છે. તે પહેલા પુતિને અમેરિકા તથા પશ્ચિમી દેશો તરફ સંકેત કરતા કહ્યું હતું કે રશિયાના વિકાસમાં અવરોધરૂપ બનનારને વળતો જવાબ આપીશું. પુતિને ભાર આપીને કહ્યું કે, દુનિયાએ રશિયાની પ્રતિષ્ઠા અને તાકાત વિશે જાણવાની જરૂર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news