INDvsAUS: ઓસ્ટ્રેલીયામાં ટેસ્ટ માટે ઓપનિંગ કરવા માટે વિરેન્દ્ર સહેવાગે આપી સલાહ
વિરેન્દ્ર સહેવાગનું માનવું છે, કે જે ખેલાડી ટીમમાં આક્રમક થઇને રમત રમી શકતા હોય તેમને જ ટીમ ઇન્ડિયાની ઓપનિંગ કરવી જોઇએ.
Trending Photos
નવી દિલ્હી: ભારત અને વેસ્ટઇન્ડિઝની વચ્ચે ટી-20 સીરીઝની સાથે જ વેસ્ટઇન્ડિઝનો ભારત પ્રવાસ પૂર્ણ થયો છે. હવે આગામી 21 નવેમ્બરથી ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલીયાનો પ્રવાસ શરૂ થવા જઇ રહી છે. આ પહેલા ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલીયા સાથે 3 ટી-20 મેચોની સીરીઝ રમશે અને ત્યાર બાદ ચાર ટેસ્ટ મેચની સીરીઝ રમશે જેમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીની સૌથી મોટી પરીક્ષા થશે. વિરેન્દ્ર સહેવાગે ઓસ્ટ્રેલીયામાં ટેસ્ટ માટે ઓપનિંગ કરવા માટે સલાહ આપી કે કોને ટીમ માટે ઓપનિંગ કરવી જોઇએ.
હવે ટીમ ઇન્ડિયામાં જે ખેલાડીઓની ટેસ્ટ સીરીઝમાં પસંદગી થઇ છે. તેમાં ઓપનિંગના દાવેદાર મુરલી વિજય, કેએલ રાહુલ, અને પૃથ્વી શો છે. જેમાં મુરલી વિજય અને કેએલ રાહુલ ટીમમાં છેલ્લા કેટલાક સમયથી નિયમિત રમતા નથી. વેસ્ટઇન્ડિઝની સામે બંન્ને ટેસ્ટ ટીમમાં ન હતા. જ્યારે પૃથ્વી શો તેના ટેસ્ટ કરિયરમાં શરૂઆત કરી રહ્યો છે. જ્યારે વિરેન્દ્ર સહેવાગે સલાહ આપી છે,કે આમાથી કઇ જોડી ટેસ્ટ સીરીઝમાં ટીમ ઇન્ડિયા માટે સારી સાબિત થશે.
સહેવાગનું માનવું છે, કે પૃથ્વી અને કેએલ રાહુલે ટીમ ઇન્ડિયા માટે ઓપનિંગ કરવી જોઇએ. કારણ કે તેનું માનવું છે, કે આ બંન્ને ખેલાડીઓ અત્યારે અક્રમાક રમત રમી રહ્યા છે. સહેવાગે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે જે ખેલાડી આક્રમક રમત હશે તે સૌથી વધારે રન બનાવીને ટીમ ઇન્ડિયાને મેચ જીતાડવામાં મદદ કરશે.
સહેવાગે એ પણ કહ્યું કે રોહિત શર્માને ટીમ ઇન્ડિયા સમાવેશ કરવો જોઇએ, તેણે કહ્યું કે, નિશ્ચિત રીતે રોહિતને પ્લેઇંગ ઇલેવનમાં સમાવશે કરવો જોઇએ. એવો ખેલાડી જે ત્રણ વાર વન-ડેમાં 200 રન બનાવી ચૂક્યો છે. તેને ટેસ્ટમાંથી બહાર કાઢવો જોઇએ નહિં. હુ તે ઘણાં સમયથી કહી રહ્યો છું.
ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટ મેચ એડિલેડમાં 6 ડિસેમ્બરથી શરૂ થશે, જ્યારે સીરીઝની છેલ્લી મેચ 3થી7 જાન્યુઆરીમાં સીડનીમાં રમાવામાં આવશે. ત્યાર બાદ બંન્ને ટીમો વચ્ચે ત્રણ વન-ડે મેચોની સીરીઝ 12 જાન્યુઆરી થી 18 જાન્યુઆરી સુધીમાં રમાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે