IPL 2019: પ્લેઓફ દરમિયાન થ્રી-ટીમ મહિલા ટી-20 ટૂર્નામેન્ટ કરાવશે બીસીસીઆઈ

આ મેચ સાંજે 4 કલાકથી ચેન્નઈ, હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમમાં યોજાશે. 

 IPL 2019: પ્લેઓફ દરમિયાન થ્રી-ટીમ મહિલા ટી-20 ટૂર્નામેન્ટ કરાવશે બીસીસીઆઈ

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2019ના પ્લેઓફ મુકાબલા દરમિયાન થ્રી-ટીમ મહિલા ટી-20 ટૂર્નામેન્ટનું આયોજન કરશે. ક્રિકેટ વેબસાઇટ ક્રિકબઝ પ્રમાણે, તેના મેચ ચેન્નઈ, હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમ પર કરાવવામાં આવશે. 

મહિલાઓના ટી-20 મુકાબલા તે મેદાન પર સાંજે 4 કલાકે રમાશે, જે મેદાન પર રાત્રે 8 કલાકથી પુરૂષોના ટી-20 મેચ રમાશે. દરેક ટીમ એક-બીજા સામે ટકરાશે. તેવામાં તર્કસંગત મુશ્કેલીઓથી બચવા અને બ્રોડકાસ્ટર્સ (પ્રસારકો)ની સહમતિ મેળવવા માટે કરવામાં આવ્યું છે. ટોપ પર રહેનારી બે ટીમો 12 મેએ ચેન્નઈમાં યોજાનારી ફાઇનલમાં રમશે. 

ગત વર્ષે આઈપીએલ દરમિયાન મુંબઈમાં મહિલાઓનો પ્રદર્શન મેચ રાખવામાં આવ્યો હતો. આ વર્ષે તેનાથી વિપરીત ટૂર્નામેન્ટમાં વધુ વિદેશી ખેલાડીઓની સાથે 14-14 ખેલાડીઓની 3 ટીમો જોવા મળશે. ગત વર્ષે ટૂર્નામેન્ટમાં સામેલ થનારા કેટલાક મુખ્ય ખેલાડીઓ સિવાય આ વખતે ડેન વૈન નીકેર, ડિઆંડ્રા ડોટિન, મૈરીજેન કપ અને ચમારી અટ્ટાપટ્ટુ પણ રમી શકે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news