IPL 2019: ફાઇનલમાં પહોંચીને ધોની ગદગદ, જણાવ્યું જીતનું કારણ
બીજા ક્વોલિફાયરમાં ચેન્નઈના બોલરોએ દિલ્હીને 9 વિકેટ પર 147 રનો પર રોકી દીધું હતું. ચેન્નઈએ 19 ઓવપોમાં 4 વિકેટ પર 151 રન બનાવીને જીત મેળવી હતી.
Trending Photos
વિશાખાપટ્ટનમઃ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ બીજા ક્વોલિફાયરમાં 6 વિકેટથી જીતનો શ્રેય બોલરોને આપ્યો હતો. તેણે કહ્યું કે, બોલિંગ વિભાગમાં સતત સારા પ્રદર્શનની મદદથી તેની ટીમ 8મી વખત આઈપીએલ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. ચેન્નઈના બોલરોએ દિલ્હીને 9 વિકેટ પર 147 રન પર રોકી દીધું હતું. ચેન્નઈએ 19 ઓવરોમાં 4 વિકેટ પર 151 રન બનાવીને જીત મેળવી હતી.
ધોનીએ મેચ બાદ કહ્યું, ' ખેલાડીઓએ જે પ્રકારની રમત દર્શાવી તે શાનદાર હતી.' સ્પિનરોને પિચ પરથી થોડી મદદ મળી રહી છે અને અમે યોગ્ય સમય પર વિકેટ ઝડપી. તેની પાસે ડાબા હાથના બેટ્સમેન હતા અને અમારા ડાબા હાથના સ્પિનરોએ તેની સામે સારૂ પ્રદર્શન કહ્યું. તેણે કહ્યું, વસ્તુ સતત વિકેટ હાસિલ કરવા રહી. તેનો શ્રેય બોલરોને આપવાની જરૂર છે. કેપ્ટન માત્ર તે કહે છે કે મારે તેની જરૂર છે. ત્યારબાદ તે તેનું કામ હોય છે કે તે કેમ બોલિંગ કરે. અમે આ સિઝનમાં જ્યાં છીએ, તેના માટે બોલિંગ વિભાગનો આભાર.
દિલ્હીના કેપ્ટન અય્યરે હાર બાદ બેટ્સમેનોને દોષી ઠેરવ્યા, પરંતુ સાથે તેમણે કહ્યું કે, તેના માટે આ સિઝન શાનદાર રહી. અય્યરે કહ્યું, અમારી શરૂઆત નિરાશાજનક રહી. અમે પાવરપ્લેમાં બે વિકેટ ગુમાવી દીધી, તેમાંથી બહાર નિકળવું મુશ્કેલ હતું. તેની પાસે શાનદાર સ્પિનર છે. કોઈપણ બેટ્સમેન મોટી ઈનિંગ ન રમી શક્યો અને ભાગીદારી ન થઈ શકી.
અય્યરે કહ્યું, અમારા માટે પરિણામ નિરાશાજનક છે, પરંતુ આ અમારા માટે સારી શીખ છે. અમારા માટે આ સિઝન સારી રહી છે. આ મેચમાં ફાફ ડુ પ્લેસિસને મેન ઓફ ધ જાહેર કરવામાં આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે