IPL 2019: રોહિત શર્મા પર સ્લો ઓવર રેટને કારણે લાગ્યો 12 લાખનો દંડ

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત પર સ્લો ઓવર રેટને કારણે 12 લાખ રૂપિયાનો દંડ લાગ્યો છે. રોહિત પર આ દંડ ઈન્ડિયન પ્રીમિયર લીગ ગવર્નિંગ કાઉન્સિલે લગાવ્યો છે. 

IPL 2019: રોહિત શર્મા પર સ્લો ઓવર રેટને કારણે લાગ્યો 12 લાખનો દંડ

નવી દિલ્હીઃ કિંગ્સ ઈલેવન પંજાબ (KXIP) વિરુદ્ધ મળેલા પરાજય બાદ મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના કેપ્ટન રોહિત શર્માને વધુ એક ઝટકો લાગ્યો છે. પંજાબ વિરુદ્ધ મુંબઈ ની ટીમ નક્કી કરેલા સમય પર 20 ઓવર પૂરી કરવામાં અસફળ રહી હતી. આ કારણે કેપ્ટન રોહિત શર્મા પર સ્લો ઓવર રેટને કારણે 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. રોહિત પર આ દંડ આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલે લગાવ્યો છે. 

ઈન્ડિયન પ્રીમિયર લીગ ઓફિશયલ તરફથી જાહેર અખબારી યાદી અનુસાર, ઈન્ડિયન પ્રીમિયર લીગની આચાર સંહિતા હેઠળ સ્લો ઓવર રેટના અપરાધને કારણે તેની ટીમ આ સિઝનમાં આ પ્રથમ ગુનો હતો. આ કારણે કેપ્ટન શર્મા પર આઈપીએલના કોડ ઓફ કંડક્ટ હેઠળ 12 લાખનો દંડ ફટકારવામાં આવે છે. 

ઉલ્લેખનીય છે કે, ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલની આગેવાનીમાં ટોપ ક્રમના બેટ્સમેનોના ઉપયોગી યોગદાનથી કિંગ્સ ઈલેવન પંજાબે શનિવારે મુંબઈને આઠ બોલ બાકી રહેતા આઠ વિકેટથી પરાજય આપ્યો હતો. આ રીતે પંજાબે આઈપીએલમાં પોતાની બીજી જીત મેળવી હતી. 

મુંબઈએ પંજાબની સામે 177 રનનો લક્ષ્ય રાખ્યો હતો. રાહુલ (57 બોલમાં અણનમ 71), ક્રિસ ગેલ (24 બોલમાં 40 રન) અને મયંક અગ્રવાલ (21 બોલ પર 43)એ શાનદાર બેટિંગ કરીને ટીમને 18.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્ય સુધી પહોંચાડ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news