IPL 2019, CSKvRR: ધોનીએ ફટકારી જીતની 'સદી', રવિન્દ્ર જાડેજાએ કરી વિકેટની સદી

કેપ્ટન મહેંદ્ર સિંહ ધોની (58) અને અંબાતી રાયડૂ (57)ની શાનદાર ફીફ્ટીના લીધે ચેન્નઇએ ગુરૂવારે જીતની સિક્સર ફટકારી. જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલા આ રોમાંચક મુકાબલામાં ચેન્નઇએ રાજસ્થાનને 4 વિકેટે હરાવ્યું. આ જીત સાથે જ દહોનીએ કેપ્ટન તરીકે ઇન્ડીયન ટી-20 લીગમાં 100મી જીત પ્રાપ્ત કરી છે. તમને જણાવી દઇએ કે ઇન્ડીયન ટી-20 લીગની 166 મેચોમાં કેપ્ટનશિપ કરી છે, જેમાંથી 100 મેચોમાં જીત નોંધાવી છે. જ્યારે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં લીધેલ વિકેટ સાથે વિકેટની સદી નોંધાવી છે. 

IPL 2019, CSKvRR: ધોનીએ ફટકારી જીતની 'સદી', રવિન્દ્ર જાડેજાએ કરી વિકેટની સદી

નવી દિલ્હી: કેપ્ટન મહેંદ્ર સિંહ ધોની (58) અને અંબાતી રાયડૂ (57)ની શાનદાર ફીફ્ટીના લીધે ચેન્નઇએ ગુરૂવારે જીતની સિક્સર ફટકારી. જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલા આ રોમાંચક મુકાબલામાં ચેન્નઇએ રાજસ્થાનને 4 વિકેટે હરાવ્યું. આ જીત સાથે જ દહોનીએ કેપ્ટન તરીકે ઇન્ડીયન ટી-20 લીગમાં 100મી જીત પ્રાપ્ત કરી છે. તમને જણાવી દઇએ કે ઇન્ડીયન ટી-20 લીગની 166 મેચોમાં કેપ્ટનશિપ કરી છે, જેમાંથી 100 મેચોમાં જીત નોંધાવી છે. આ સાથે જ ધોનીની ચેન્નઇ સ્કોરબોર્ડમાં 12 પોઇન્ટ સાથે ટોપ પર પહોંચી ગઇ છે. તો બીજી તરફ રાજસ્થાનને પાંચમી હારનો સામનો કરવો પડ્યો. સ્કોરબોર્ડમાં મેજબાન ટીમ હાલ 2 પોઇન્ટ સાથે સાતમા સ્થાન પર છે. શાનદાર પ્રદર્શન માટે ચેન્નઇના કેપ્ટન ધોનીને મેન ઓફ ધ મેચ આપવામાં આવ્યો હતો. 

ટાર્ગેટનો પીછો કરવા માટે ઉતરેલી ચેન્નઇની શરૂઆત નિરાશાજનક રહી. પહેલી ઓવરના ચોથા બોલ પર ધવલ કુલકર્ણીએ ઓપનર બેટ્સમેન શેન વોટસન (0) ક્લીન બોલ્ડ કરી દીધા. આ સાથે જ થોડીવાર પછી ચેન્નઇના સ્ટાર ઓલરાઉન્ડર સુરેશ રૈના (4) રનઆઉટ થઇ ગયા. રૈનાના રૂપમાં મહેમાન ટીમને બીજો ઝટકો લાગ્યો. 

અહીંથી ચેન્નઇની ઇનિંગ ડગમગી ગઇ. વોટસન અને રૈનાના આઉટ થયા બાદ ફાફ ડુ પ્લેસિ પણ મોડે સુધી પિચ પર ટક્યા નહી. ચોથી ઓવરના અંતિમ બોલ પર જયદેવ ઉનડકટને ફાફ (7)ને ડીપ મિડવિકેટ પર ઉભેલા રાહુલ ત્રિપાઠીના હથે કેચ આઉટ કરાવ્યો અને ચેન્નઇને ત્રીજો ઝટકો આપ્યો. ફાફના આઉટ થયા બાદ બેટીંગ કરવા માટે આવેલા કેદાર જાદવ (1)ને જોફ્રા આર્ચરને બેન સ્ટોક્સના કેચ આઉટ કરાવી દીધો. 

અહીંથી રાયડૂએ ધોની  સાથે મળીને ઇનિંગ સંભાળી અને ચેન્નઇના સ્કોરને 113ને પાર પહોંચાડી દીધો. જો 17.4 ઓવરમાં બ એન સ્ટોક્સે રાયડૂને શ્રેયસ ગોપાલના હાથે કેચ આઉટ કરાવી ચેન્નઇની પાંચમી વિકેટ ઝડપી લીધી. રાયડૂએ 47 બોલમાં 2 ચોગ્ગા અને 3 સિક્સરની મદદથી 57 રનની અર્ધશતકીય ઇનિંગ રમી. તેમણે 41 બોલમાં પોતાની ફીફ્ટી પુરી કરી. પાંચમી વિકેટ માટે રાયડૂ અને ધોની વચ્ચે 95 રનની ભાગીદારી થઇ. ત્યારબાદ થોડીવાર બાદ 20મી ઓવરના ત્રીજા બોલ પર બેન સ્ટોક્સે ચેન્નઇના કેપ્ટન એમએસ ધોનીને ક્લીન બોલ્ડ કર્યો. તે 43 બોલમાં 3 સિક્સર અને 2 ચોગ્ગાથી મદદથી 58 રનની શાનદાર અર્ધશતકીય ઇનિંગ રમી. 

આ પહેલાં ઇન્ડીયન ટી-20 લીગની 25મી મેચમાં રાજસ્થાને ત્રણવાર ચેમ્પિયન ચેન્નઇની સામે જીત માટે 152 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. ટોસ હારીને પહેલાં બેટીંગ કરતાં રાજસ્થાને નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 151 રન બનાવ્યા. જોફ્રા આર્ચર (1૩*)ની સાથે શ્રેયસ અય્યર 19 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. બંને વચ્ચે 25 રનની અણનમ ભાગીદારી રહી. 

રવિન્દ્ર જાડેજાએ 100 વિકેટ ઝડપી

વર્ષ મેચ બોલ રન વિકેટ
2019 7 144 132 7
2018 16 246 303 11
2017 12 228 349 5
2016 15 241 311 8
2015 17 256 330 11
2014 16 326 443 19
2013 18 259 323 13
2012 19 210 273 12
2011 14 252 305 8
2009 13 140 151 6
2008 14 13 21 0
કુલ 161 2315 2941 100

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news