IPL 2019 : વિરાટ કોહલી અને રોહિત શર્મા બંનેનું એક જ લક્ષ્ય, આ મહારથી સાથે ઉતરશે મેદાને જંગમાં
આઇપીએલ 2019 (IPL 2019) સિઝન 12 નો પ્રારંભ થઇ ચૂક્યો છે. આજે વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે વધુ એક મોટી ટક્કર થવાની છે. આ બંને દિગ્ગજ ખેલાડીઓનું આ મેચને લઇને કોમન લક્ષ્ય છે. અગાઉની મેચમાં જીત મળી ન હોવાથી આ બંને ખેલાડીઓ જીતનું ખાતું ખોલવા મરણીયો જંગ ખેલશે.
Trending Photos
બેંગલુરૂ : ઇન્ડિયન ટી 20 લીગ (આઇપીએલ) માં 28 માર્ચ ગુરૂવારે વિરાટ કોહલી (Virat Kohli) અને રોહિત શર્મા (Rohit Sharma) ની ટીમ વચ્ચે ટક્કર જામવાની છે. વિરાટ કોહલી બેંગલુરૂ (Royal Challengers) ની ટીમનો કેપ્ટન છે. રોહિત શર્મા મુંબઇ (Mumbai Indians) ટીમનો કેપ્ટન છે. આ બંને ટીમો સિઝન 12માં પહેલી એક એક મેચ હારી ચૂક્યા છે. આ જોતાં આ બંને દિગ્ગજ ખેલાડીઓ આ મેચમાં જીત મેળવવા મરણીયો જંગ ખેલશે. અહીં નોંધનિય છે કે, આ મેચ બેંગલુરૂના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રાતે 8 વાગ્યાથી શરૂ થશે.
રોહિત શર્માના નેતૃત્વવાળી મુંબઇની ટીમને દિલ્હીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં મુંબઇની ટીમના સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ ઇજાગ્રસ્ત છે. આ નિરાશા વચ્ચે મુંબઇ માટે સારા સમાચાર એ છે કે અનુભવી અને ફાસ્ટ બોલર લસિથ મલિંગાની ટીમમાં વાપસી થઇ છે. વિરાટની ટીમ માટે સારી બાબત એ છે કે આ મેચ એમના સ્થાનિક મેદાનમાં રમાવાની છે.
શ્રીલંકા ક્રિકેટ (એસએલસી) એ તાજેતરમાં કહ્યું હતું કે, વિશ્વ કપમાં રમવા માટે શ્રીલંકાના ખેલાડીઓએ સ્થાનિક ટુર્નામેન્ટમાં રમવું જરૂરી છે. પરંતુ ભારતીય ક્રિકટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) એ શ્રીલંકન બોર્ડને આગ્રહ કર્યો હતો કે તે લસિથ મલિંગાને મુંબઇ માટે રમવા દેવા માટે આગ્રહ કર્યો હતો. હવે શ્રીલંકન બોર્ડે ભારતીય બોર્ડના આ આગ્રહને સ્વીકારી લીધો છે.
સંભવિત ટીમ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ : વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડિવિલિયર્સ, પાર્થિવ પટેલ, શિમરોન હેટમાયર, મોઇન અલી, કોલિન ડી ગ્રૈંડહોમ, શિવમ દુબે, ઉમેશ યાદવ, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની
મુંબઇ ઇન્ડિયન્સ : રોહિત શર્મા (કેપ્ટન), ડીકોક, સૂર્યકુમાર યાદવ, યુવરાજ સિંહ, કીરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કુણાલ પંડ્યા, મિશેલ મેક્લેનધન, લસિથ મલિંગા, મયંક મારકંડે, રસિખ સલામ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે