IPLની તૈયારીઓનું નિરીક્ષણ કરવા UAE જશે BCCIની ટીમ, છ દિવસ રહેશે ક્વોરન્ટીન

આઈપીએલની13મી સીઝન આ વખતે કોવિડ-19ને કારણે સંયુક્ત અરબ અમીરાત (UAE)માં રમાશે. આઈપીએલ આ વખતે દુબઈના ત્રણ શહેર અબુધાબી, દુબઈ અને શારજાહમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે રમાશે. 
 

IPLની તૈયારીઓનું નિરીક્ષણ કરવા UAE જશે BCCIની ટીમ, છ દિવસ રહેશે ક્વોરન્ટીન

નવી દિલ્હીઃ BCCIનું એક સર્વોચ્ચ પ્રતિનિધિમંડળ ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં દુબઈ પહોંચીને UAEમાં IPL સાથે જોડાયેલી તમામ જગ્યાનું નિરીક્ષણ કરી શકે છે. આઈપીએલની13મી સીઝન આ વખતે કોવિડ-19ને કારણે સંયુક્ત અરબ અમીરાત (UAE)માં રમાશે. આઈપીએલ આ વખતે દુબઈના ત્રણ શહેર અબુધાબી, દુબઈ અને શારજાહમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે રમાશે. 

ગલ્ફ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે, 'IPL ચેરમેન બૃજેશ પટેલ, બીસીસીઆઈના અંતરિમ સીઈઓ હેમંગ અમીન અને  IPLના COOએ યૂએઈ પહોંચ્યા બાદ પોત-પોતાની હોટલોના રૂમમાં છ દિવસ સુધી ક્વોરેન્ટાઇન રહેવું પડશે, ત્યારબાદ તેઓ કામ પર જઈ શકે છે. 

બીસીસીઆઈને યૂએઈમાં આઈપીએલની યજમાની માટે ભારત સરકાર તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. લીગમાં આ વર્ષે નવા પ્રાયોજક જોવા મળશે કારણ કે વીવો ટાઇટલ સ્પોન્સર તરીકે આ વર્ષે હટી ગયું છે. નવા પ્રાયોજક માટે બીસીસીઆઈએ અરજી મંગાવી છે, જેને જમા કરાવવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ છે. 

વિરાટ કોહલીને ક્લીન બોલ્ડ કરવા ઈચ્છે છે બાંગ્લાદેશની સુંદર મહિલા ક્રિકેટર  

IPL 19 સપ્ટેમ્બરથી 53 દિવસ સુધી ચાલશે. લીગની ફાઇનલ મેચ 10 નવેમ્બરે રમાશે. આ વખતે આઈપીએલમાં 10 ડબલ હેડર (એક દિવસમાં બે મેચ) મુકાબલા રમાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news