IPL 2023: ક્રિકેટના ક્રેઝની હદ, પોતાની બાઈક વેચીને ધોનીની મેચ જોવા પહોંચ્યો ફેન!
IPL 2023: હજારોની ભીડ વચ્ચે એક પોસ્ટર જોવા મળ્યું, જેના પર લખવામાં આવ્યું હતું કે, મેં મારું બાઇક માત્ર ધોનીને જોવા માટે વેચી દીધું. હું ગોવાથી અહીં પહોંચ્યો છું. અમુક જ ક્ષણોમાં આ પોસ્ટર બોય સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો.
Trending Photos
IPL 2023: મેચ ભલે ચેન્નાઈ સુપર કિંગ્સે જીતી લીધી, જો કે બેંગ્લોરે પણ મેચમાં સ્ફોટક બેટિંગ કરી હતી. આ દરમિયાન સ્ટેડિયમમાં એક ફેન દ્વારા દેખાડવામાં આવેલું પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાયેલી મેચમાં ચેન્નાઈએ બેંગ્લોરને 8 રનથી હરાવ્યું હતું. મેચ વિરાટ કોહલીના હોમ ગ્રાઉન્ડ પર રમાઈ હોવા છતાં બધાની નજર ધોનીની બેટિંગ પર હતી. જો કે આ મેચમાં ચાહકો નિરાશ થયા હતા.
Here’s the legend
Patrao Vallor tuka 👏🏼 pic.twitter.com/SiXM9loJmh
— Sagar Bandodkar 🇮🇳💹 (@sagarbandodkar2) April 17, 2023
મેચની ખાસિયત એ હતી કે મેચ બે ટોચના ખેલાડીઓ વચ્ચે રમાઈ હતી. એક તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી હતા, તો બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમ.એસ. આશ્ચર્યજનક વાત એ હતી કે ધોની માત્ર એક બોલ રમવા માટે ઉતર્યા હતા, જ્યારે વિરાટ કોહલી 6 રન બનાવીને આઉટ થઈ ગયા. મેચ ભલે ચેન્નાઈ સુપર કિંગ્સે જીતી લીધી, જો કે બેંગ્લોરે પણ મેચમાં સ્ફોટક બેટિંગ કરી હતી. ટી-20માં આ પ્રકારની મેચ ભાગ્યે જ જોવા મળે છે, જ્યારે બંને તરફથી રનનો વરસાદ થતો હોય.
આ દરમિયાન હજારોની ભીડ વચ્ચે એક પોસ્ટર જોવા મળ્યું, જેના પર લખવામાં આવ્યું હતું કે, મેં મારું બાઇક માત્ર ધોનીને જોવા માટે વેચી દીધું. હું ગોવાથી અહીં પહોંચ્યો છું. અમુક જ ક્ષણોમાં આ પોસ્ટર બોય સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો.
— Out Of Context Cricket (@GemsOfCricket) April 17, 2023
આ પોસ્ટર બોય કોણ છે તેણે ખરેખર આવું કર્યું છે કે કેમ તે વિશે વધુ માહિતી નથી. જો કે, આમ પહેલીવાર નથી બન્યું, જ્યારે કોઈ ફેન આ પ્રકારનું લખાણ લખ્યું હોય. આ પહેલા એક પ્રશંસકે પોસ્ટર પર લખ્યું હતું કે જ્યાં સુધી વિરાટ સદી નહીં ફટકારે ત્યાં સુધી તે લગ્ન નહીં કરે. જે ક્રિકેટ માટે લોકોનો ક્રેઝ દેખાડે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે