CSK vs GT Pitch Report: ફાઇનલમાં થશે રનનો વરસાદ કે જલદી વિકેટો પડશે? જાણો કેવી હશે અમદાવાદની પિચ

Narendra Modi Stadium Pitch Report: ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સે ક્વોલિફાયર 2માં મુંબઈ ઈન્ડિયન્સને હરાવી સતત બીજા વર્ષે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે તે ચાર વખતની આઈપીએલ ચેમ્પિયન ચેન્નઈ સામે ફાઇનલ રમશે. 

CSK vs GT Pitch Report: ફાઇનલમાં થશે રનનો વરસાદ કે જલદી વિકેટો પડશે? જાણો કેવી હશે અમદાવાદની પિચ

અમદાવાદઃ આઈપીએલ 2023નો ફાઇનલ મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ વચ્ચે 28 મે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. એમએસ ધોનીની આગેવાનીવાળી ચેન્નઈ સુપર કિંગ્સ પહેલા ક્વોલિપાયરમાં ગુજરાતને પરાજય આપી ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની હતી. જ્યારે ગુજરાત ટાઈટન્સે બીજા ક્વોલિફાયરમાં મુંબઈ ઈન્ડિયન્સને 62 રને પરાજય આપી ફાઇનલની ટિકિટ મેળવી હતી. બંને ટીમો આ વખતે જબરદસ્ત ફોર્મમાં ચાલી રહી છે. તેવામાં આઈપીએલ 2023નો ફાઇનલ મુકાબલો વધુ રોમાંચક બનવાની શક્યતા છે. તો આવો જાણીએ આ મહા મુકાબલામાં અમદાવાદની પિચનો મિજાજ કેવો રહેવાનો છે. તે પિચ પર બોલરોને મદદ મળશે કે બેટરો રનનો વરસાદ કરશે? આવો એક નજર કરીએ. 

આઈપીએલ 2023ની ફાઇનલ મેચની પિચ રિપોર્ટ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ બેટરો માટે વધુ મદદરૂપ રહે છે. અબીં બોલ બેટ પર સારી રીતે આવે છે. બોલનો બાઉન્સ સારો રહે છે અને આઉટફિલ્ડ ફાસ્ટ રહે છે. ફાસ્ટ બોલરો માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ વધુ અનુકૂળ રહે છે. તેને શરૂઆતી ઓવરોમાં સ્વિંગ મળે છે. પરંતુ જો બેટરોએ આ સમય કાઢી નાખ્યો તો તે આક્રમક શોટ્સ રમી શકે છે. સ્પિનર્સોને આ મેદાન પર વધુ મદદ મળતી નથી. પરંતુ જો લાલ માટીવાળી પિચ પર મેચ રમાઈ તો સ્પિનરો પણ પોતાનો જલવો દેખાડી શકે છે. ચેન્નઈ અને ગુજરાત વચ્ચે હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. કારણ કે બંને ટીમમાં વિસ્ફોટક બેટરો છે અને અમદાવાદની પિચ તેને મદદ પણ કરે છે. 

ચેન્નઈ સુપર કિંગ્સ ટીમઃ એમએસ ધોની (કેપ્ટન અને વિકેટ-કીપર), આકાશ સિંહ, મોઈન અલી, ભગત વર્મા, દીપક ચહર, ડેવોન કોનવે, તુષાર દેશપાંડે, શિવમ દુબે, રુતુરાજ ગાયકવાડ, રાજવર્ધન હંગરગેકર, રવિન્દ્ર જાડેજા, સિસાંડા મગાલા, અજય મંડલ, મથિશા પથિરાના, ડી. પ્રિટોરિયસ, અજિંક્ય રહાણે, શૈક રાશિદ, અંબાતી રાયડુ, મિશેલ સેન્ટનર, સુભ્રાંશુ સેનાપતિ, સિમરજીત સિંહ, નિશાંત સિંધુ, પ્રશાંત સોલંકી, મહેશ તિક્ષ્ણા.

ગુજરાત ટાઈટન્સ ટીમઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઓડિયન સ્મિથ, રાહુલ તેવટિયા, મેથ્યુ વેડ, જયંત યાદવ, યશ દયાલ, દાસુન શનાકા, અભિનવ મનોહર, ડેવિડ મિલર, દર્શન નલકાંડે, મોહમ્મદ શમી, ઉર્વીલ પટેલ, નૂર અહેમદ, રિદ્ધિમાન સાહા, રાશિદ ખાન, સાઈ કિશોર , સાંઈ સુદર્શન, પ્રદીપ સાંગવાન, વિજય શંકર, મોહિત શર્મા, શિવમ માવી, શુભમન ગિલ, શ્રીકર ભરત, અલઝારી જોસેફ, જોશુઆ લિટલ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news