Today match IPL 2023: આજે બેંગલુરુમાં RR અને RCB વચ્ચે ટક્કર, જાણો પિચ રિપોર્ટ અને સંભવિત પ્લેઈંગ-11
RR vs RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ આજે (22 એપ્રિલ) બપોરે IPLમાં ટકરાશે. આ મેચ RCBના હોમ ગ્રાઉન્ડ પર રમાશે.
Trending Photos
RCB vs RR Pitch Report: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ આજે (23 એપ્રિલ) IPLની પ્રથમ મેચમાં ટકરાશે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને થશે. આ મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે. રાજસ્થાન રોયલ્સે આ સિઝનમાં તેની છ મેચમાંથી ચારમાં જીત મેળવી છે, જ્યારે આરસીબીએ તેની છ મેચમાંથી ત્રણમાં જીત મેળવી છે. બંને ટીમો સારી લયમાં જોવા મળી રહી છે, આવી સ્થિતિમાં આજની મેચમાં આ ટીમો પોતાના પ્લેઈંગ-11માં વધુ ફેરફાર કરવાનું પસંદ કરશે નહીં. જો કે, બેટિંગ અને સ્પિન ફ્રેન્ડલી બેંગલુરુ પિચને જોતા, આ ટીમો તેમના પ્લેઇંગ-11માં સ્પિનરને તક આપી શકે છે.
બેંગલુરુ પિચ રિપોર્ટ
બેંગ્લોરની પીચ હંમેશા બેટ્સમેનોને મદદરૂપ રહી છે. અહીં બાઉન્ડ્રી નાની છે, જેના કારણે અહીં સિક્સર ફટકારવામાં આવે છે. 200+ના સ્કોરનો પીછો કરવો અહીં બહુ મુશ્કેલ નથી લાગતો. અહીં બોલરોમાં ફાસ્ટ બોલરોની સરખામણીમાં સ્પિનરોને વધુ ફાયદો રહે છે. ફાસ્ટ બોલરોની સરખામણીમાં અહીં સ્પિનરોનો ઈકોનોમી રેટ ઘણો સારો છે.
આ પણ વાંચો:
અમેરિકા જવાનું તમારું સપનું જલ્દી થશે પુરું, હવે વિઝા માટે નહીં જોવી પડે રાહ
શુકનનો દિવસ છતા લોકોએ સોનું ન ખરીદ્યું, અખાત્રીજે આખા ગુજરાતમાં માત્ર આટલુ જ સોનું
Breaking News Amritpal Singh Surrender: ભાગેડૂ અમૃતપાલ સિંહનું પોલીસ સમક્ષ સરન્ડર
બંને ટીમના પ્લેઈંગ-11 કેવી રીતે હોઈ શકે?
RCB સંભવિત પ્લેઈંગ-11 (પ્રથમ બેટિંગ): વિરાટ કોહલી, ફાફ ડુપ્લેસિસ (કેપ્ટન), મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, સુયશ પ્રભુદેસાઈ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), વાનિંદુ હસરંગા, હર્ષલ પટેલ, ડેવિડ વિલી, મોહમ્મદ સિરાજ.
RCB સંભવિત પ્લેઈંગ-11 (પ્રથમ બોલિંગ): વિરાટ કોહલી, ફાફ ડુપ્લેસિસ (કેપ્ટન), મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, ડેવિડ વિલી, મોહમ્મદ સિરાજ, વિજયકુમાર વિષાક.
RCBના સંભવિત ઈમ્પૅક્ટ પ્લેયર: વિજયકુમાર વિષક/સુયશ પ્રભુદેસાઈ.
RR પોસિબલ પ્લેઇંગ-11 (પ્રથમ બેટિંગ): જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન, વિકેટકીપર), દેવદત્ત પડીકલ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, આર અશ્વિન, જેસન હોલ્ડર/એડમ ઝમ્પા, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા .
RR સંભવિત પ્લેઈંગ-11 (પ્રથમ બોલિંગ): જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન,વિકેટકીપર), શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, આર અશ્વિન, જેસન હોલ્ડર/એડમ ઝમ્પા, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ .
RRના સંભવિત ઈમ્પૅક્ટ પ્લેયર: યુઝવેન્દ્ર ચહલ/દેવદત્ત પડિકલ.
આ પણ વાંચો:
વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય લોકોને મોટી રાહત, ખાદ્ય તેલના ભાવમાં થયો ઘટાડો
પિતાવિહોણી દીકરીઓ માટે ગુજરાતના અહીં બનશે કન્યા ગુરુકુળ, ભણવાથી લઈ બધો ખર્ચ ઉપાડશે
રાશિફળ 23 એપ્રિલ: આ જાતકોને આજે થોડું જોખમ ફાયદો કરાવશે, જાણો કોણે રહેવું પડશે સતર્ક
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે