IPL 2024: પૂર્વ ક્રિકેટર આ શું બોલી ગયા હાર્દિક પંડ્યા વિશે? ભારતીય ક્રિકેટ ફેન્સ ચિંતામાં ડૂબી ગયા
Hardik Pandya: આઈપીએલ 2024ની સીઝન હાર્દિક પંડ્યા માટે પડકારો ભરેલી જોવા મળી રહી છે. એક તો મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સની લઈને જે વિવાદ થયો છે તે મુદ્દે હાર્દિક પંડ્યા સતત ટ્રોલ થઈ રહ્યો છે. ફેન્સની નારાજગીનો સામનો કરી રહ્યો છે જ્યારે બીજી બાજુ હવે તેની ફિટનેસ અંગે સવાલ ઉઠ્યા છે.
Trending Photos
આઈપીએલ 2024ની સીઝન હાર્દિક પંડ્યા માટે પડકારો ભરેલી જોવા મળી રહી છે. એક તો મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સની લઈને જે વિવાદ થયો છે તે મુદ્દે હાર્દિક પંડ્યા સતત ટ્રોલ થઈ રહ્યો છે. ફેન્સની નારાજગીનો સામનો કરી રહ્યો છે જ્યારે બીજી બાજુ હવે તેની ફિટનેસ અંગે સવાલ ઉઠ્યા છે. આઈપીએલ 2024ની શરૂઆતમાં તો હાર્દિક પંડ્યાએ ઈનિંગની પહેલી ઓવર નાખીને શરૂઆત કરી હતી પરંતુ જેમ જેમ ટુર્નામેન્ટ આગળ વધી રહી છે તેમ તેમ તેની બોલિંગમાં ભૂમિકા ઓછી જોવા મળી રહી છે. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં હાર્દિક પંડ્યાએ એક પણ ઓવર ફેંકી નહતી. જ્યારે મેચ બાદ તેને આ અંગે પૂછવામાં આવ્યું તો તેણે આશ્વાસન આપ્યું કે બધુ ઠીક છે અને તે યોગ્ય સમય આવશે ત્યારે બોલિંગ કરશે. આવામાં હવે પૂર્વ ક્રિકેટર સાઈમન ડૂલે હાર્દિક પંડ્યાની ફિટનેસને લઈને સવાલ ઉઠાવ્યા છે. તેમનું માનવું છે કે હાર્દિક પંડ્યા સાથે કઈંક તો ગડબડ છે.
ન્યૂઝીલેન્ડના આ પૂર્વ ક્રિકેટરે ક્રિકબઝ સાથે વાતચીતમાં કહ્યું કે તમે બહાર જાઓ છો અને પહેલી મેચમાં બોલિંગની શરૂઆત કરીને એક સ્ટેટમેન્ટ આપો છો અને પછી અચાનક તમને જરૂર પડતી નથી. શું તેઓ ઈજાગ્રસ્ત છે, હું તમને કહું છું કે તેની સાથે કઈક તો ગડબડ છે. તેઓ સ્વીકારતા નથી. પરંતુ નિશ્ચિત રૂપે તેમની સાથે કઈક ખોટું થઈ રહ્યું છે. આ મારી ગટ ફિલિંગ છે.
સાઈમન ડૂલના આ નિવેદને ભારતીય ફેન્સની ચિંતાઓ વધારી છે. વાત જાણે એમ છે કે હાર્દિક પંડ્યા ઈજાના કારણે લાંબા સમય બાદ કોમ્પિટેટિવ ક્રિકેટમાં વાપસી કરી રહ્યો છે. વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશ વિરુદ્ધ એક મેચમાં તેને ઈજા થઈ હતી. પગની ઈજાના કારણે તે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. હવે 5 મહિના બાદ તેણે ક્રિકેટ ફીલ્ડ પર વાપસી કરી છે.
નોંધનીય છે કે 1 જૂન 2024થી ટી20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત થવાની છે. હાર્દિકના ટીમમાં રહેવાથી પ્લેઈંગ ઈલેવનને સારું બેલેન્સ મળે છે. જો હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત હોય અને તે બોલિંગ કરવામાં સક્ષમ ન હોય તો તે ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય છે.
Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે