IPL 2018: મહત્વની મેચમાં રાજસ્થાને ચેન્નાઈને હરાવ્યું, ધોનીએ બોલરો પર કાઢી ભડાશ
રાજસ્થાને શુક્રવારે સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલની એક મહત્વની મેચમાં ચેન્નાઈને ચાર વિકેટે હરાવી દીધુ.
Trending Photos
જયપુર: રાજસ્થાને શુક્રવારે સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલની એક મહત્વની મેચમાં ચેન્નાઈને ચાર વિકેટે હરાવી દીધુ. ચેન્નાઈએ પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરોમાં ચાર વિકેટના નુકસાને 176 રન કર્યા હતાં. રાજસ્થાનની ટીમે એક બોલ બાકી હતો ત્યારે જ પોતાનું લક્ષ્ય હાંસલ કરી લીધો. આ સાથે જ રાજસ્થાને પ્લેઓફમાં જવાની આશા જીવંત રાખી છે. રાજસ્થાન માટે જોસ બટલરે 60 બોલમાં 95 રનની મહત્વની ઈનિંગનું યોગદાન આપ્યું. તેણે 11 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતાં. આ ઉપરાંત સંજૂ સેમસને 21 રન અને સ્ટુઅર્ટ બિન્નીએ 22 રન કર્યા હતાં. આ જીત સાથે જ મેજબાન ટીમે લીગમાં અંતિમ ચારમાં પ્રવેશવાની સંભાવનાઓને જીવિત રાખી છે. પ્લેઓફમાં જવા માટે હવે રાજસ્થાને આગામી તમામ મેચો જીતવી પડશે અને સાથે સાથે અન્ય ટીમોના પ્રદર્શન ઉપર પણ નિર્ભર રહેશે.
મેચમાં હાર મળ્યા બાદ ધોનીએ બોલરો પર ભડાશ કાઢી. ધોનીએ કહ્યું કે અમારે એક ખાસ એરિયામાં બોલિંગ કરવાની હતી. બોલરોને યોગ્ય લેન્થમાં બોલિંગ કરવા માટે સમજાવવામાં આવ્યાં હતાં પરંતુ તેઓ તેમ કરી શક્યા નહીં. અમે ઘણા રન આપ્યાં. 176 રનનો સ્કોર ઠીક ઠાક હતો પરંતુ બોલરોએ અમને હરાવી દીધા. અમારી સૌથી ઉત્તમ પ્લેઈંગ ઈલેવન મેદાનમાં હતી. અમે ક્વોલિફાય કરવા માંગીએ છીએ અને જીતવા માંગીએ છીએ.
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનને સારી શરૂઆતની જરૂર હતી જે બટલરે આપી. બટલર શરૂઆતથી જ આક્રમક રમી રહ્યો હતો. તેણે પહેલી ઓવરની પહેલા 3 બોલ પર ડેવિડ વિલેને સતત ચારવાર બોન્ડ્રી ફટકારી. હરભજન દ્વારા ફેંકવામાં આવેલી બીજી ઓવરમાં પણ તેણે બે ચોગ્ગા અને એક શાનદાર છગ્ગો ફટકાર્યો.
બટલર ઝડપથી રન બનાવી રહ્યાં હતો જ્યારે બીજા છેડા પર બેન સ્ટોક્સ સાથ આપવાની કોશિશમાં હતો. ચોથા ઓવરની ચોથા અને પાંચમા બોલ પર તેણે પહેલા ચોગ્ગો અને ત્યારબાદ છગ્ગો ફટકાર્યો પરંતુ છેલ્લા બોલ પર બીટ થયો અને હરભજને તેને 11 રને આઉટ કર્યો. કેપ્ટન અજિંક્ય રહાણેએ એક ચોગ્ગો માર્યો અને બીજા બોલ પર રવિન્દ્ર જાડેજાનો શિકાર થયો. ત્યારબાદ બટલર અને સંજૂ સેમસને રાજસ્થાનની ઈનિંગને સંભાળી. બંને ચેન્નાઈ માટે મુસિબત બની ગયા હતાં. 12મી ઓવરમાં ગેરસમજના કારણે સેમસને પોતાની વિકેટ ગુમાવવી પડી. ત્યારબાદ પ્રશાંત ચોપડા 8 રને આઉટ થઈ ગયો.
સ્ટુઅર્ટ બિન્નીએ 17 બોલમાં એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 22 રન કર્યા પરંતુ બ્રાવોએ તેને આઉટ કર્યો. રાજસ્થાન વળી પાછુ સંક્ટમાં આવ્યું. પરંતુ કૃષ્ણાપ્પા ગૌતમે ચાર બોલમાં બે છગ્ગા સાથે 13 રન બનાવીને તેને જીતની નજીક પહોંચાડી દીધુ. છેલ્લી ઓવરમાં રાજસ્થાનને 12 રનની જરૂર હતી અને બટલર ક્રિસ પર હાજર હતો. બટલરે જરૂરી રન પાંચ બોલમાં હાસલ કરી લીધા અને રાજસ્થાનને મહત્વની જીત અપાવી.
આ અગાઉ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમની શરૂઆત ખુબ સારી હતી. જેને જોઈને એમ લાગતુ હતું કે સરળતાથી 190 રન કરી નાખશે. પરંતુ રાજસ્થાને તેમ થવા દીધુ નહીં. અંબાતી રાયડુ આ મેચમાં કમાલ કરી શક્યો નહી. ફ્કત 12 રન બનાવીને જોફ્રા આર્ચરની બોલિંગમાં બોલ્ડ થઈ ગયો. રૈના અને વોટસને વિકટ પર પગ જમાવતા ટીમને મજબુત સ્થિતિમાં પહોંચાડી. બંનેએ બીજી વિકેટની ભાગીદારીનાં 89 રન જોડ્યાં.
રૈના આક્રમક રમી રહ્યો હતો જ્યારે વોટ્સન થોડુ ધીમુ રમી રહ્યો હતો. વોટસન 105ના કુલ સ્કોર પર આઉટ થયો. રૈનાએ અડધી સદી પૂરી કરી હતી. પરંતુ ત્યારબાદ તે આગળ રમી શક્યો નહીં. ત્યારબાદ ધોની અને સૈમ બિલિંગસે ચોથી વિકેટ માટે 55 રની મહત્વની ભાગીદારી કરી અને ટીમને પકડારજનક સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી. ધોનીએ અણનમ 33 રન કર્યાં બિલિંગ્સે 27 રન કર્યાં અને છેલ્લા ઓવરના ચોથા બોલ પર રન આઉટ થયો. રાજસ્થાન માટે આર્ચરે બે વિકેટ લીધી જ્યારે સોઢીને એક વિકેટ મળી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે