આખરે શુ છે ધોનીની 7 નંબરની જર્સીનું સિક્રેટ? વર્ષો બાદ તેનો જવાબ

જર્સી નંબર 7 ની સાથે પોતાના ઈન્ટરનેશનલ કરિયરની શરૂઆત કરનાર મહેન્દ્રસિંહ ધોની આઈપીએલમાં આ અંકની સાથે જ મેદાનમાં ઉતરે છે, ધોનીએ જણાવ્યુ આ નંબર પાછળનું ખાસ સિક્રેટ

આખરે શુ છે ધોનીની 7 નંબરની જર્સીનું સિક્રેટ? વર્ષો બાદ તેનો જવાબ

Indian Premier League 2022: જર્સી નંબર 7 સાંભળતા જ ક્રિકેટ ફેન્સના દિમાગમાં સૌથી પહેલા મહેન્દ્રસિંહ ધોનીનું નામ સામે આવે છે. માહી પોતાની કેપ્ટનશિપમાં ભારતને બે વર્લ્ડકપ જીતાવી ચૂક્યા છે. જ્યારે કે, આઈપીએલમાં તેમણે ચેન્નઈ સુપર કિંગ્સને 4 વાર ટાઈટલ અપાવ્યુ છે. ધોની પોતાના આંતરરાષ્ટ્રીય ડેબ્યુથી જ નંબરના રૂપમાં 7 નો ઉપયોગ કરે છે. તેમનો જન્મ 7 મો મહિનો જુલાઈ અને 7 તારીખે થયો હતો. આવામાં આ નંબર તેમના માટે ભાગ્યશાળી છે. 

ચેન્નઈ સુપરકિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ ખુલાસો કર્યો કે, નંબર 7 મારા માટે ભાગ્યશાળી આંક છે. મારો જન્મ જુલાઈના સાતમા દિવસે થયો હતો. સાતમા મહિનાના સાતમા દિવસનો આ અંક સારો લાગે છે. તેથી મેં કહ્યુ કે, હું મારી જન્મતિથિને જ નંબર રૂપે પસંદ કરીશ.

મહેન્દ્રસિંહ ધોનીની કરિયર પર એક નજર 
પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ 15 ઓગસ્ટ 2020 ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. તેમના ઈન્ટરનેશનલ કરિયર પર એક નજર કરીએ તો 90 ટેસ્ટની 144 પારીમાં 4876 રન બનાવ્યા. આ દરમિયાન તેમણે 6 શતક, 33 અર્ધશતક અને 1 ડબલ શતક ફટકારી હતી. જો વાત તેમની 350 વનડેની કરીએ તો , તેમાં 84 વાર નોટઆઉટ રહીને 10773 રન બનાવ્યા હતા. વન ડે મેચમાં માહીએ 10 સેન્ય્ચુરી અને 73 ફિફ્ટી લગાવી હતી. 

ટી20 ના ફોર્મેટમાં સારુ રહ્યુ પ્રદર્શન
ટી 20 આંતરરાષ્ટ્રીયના 98 મુકાબલામાં 2 અર્ધશતકની મદદથી 1617 રન પોતાના નામે કર્યા. આઈપીએલમાં માહીનું પ્રદર્શન શાનદાર રહ્યુ છે. ધોનીએ આઈપીએલની 220 મેચમાં 23 અર્ધશતકની મદદથી 4746 રન બનાવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news