ગુજરાત ટાઈટન્સનો આ ધૂરંધર ખેલાડી બનશે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન? શું રોહિત પણ બદલશે IPL ટીમ! 

IPL Transfer Window 2024: આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023 હવે પૂરો થઈ ગયો છે. 19 નવેમ્બરના રોજ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 6 વિકેટથી હરાવીને ખિતાબ જીતી લીધો છે. હવે ભારતીય ક્રિકેટ ફેન્સ આ હારને ભૂલીને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનના ઈન્તેજારમાં લાગી ગયા છે. 

ગુજરાત ટાઈટન્સનો આ ધૂરંધર ખેલાડી બનશે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન? શું રોહિત પણ બદલશે IPL ટીમ! 

IPL Transfer Window 2024: આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023 હવે પૂરો થઈ ગયો છે. 19 નવેમ્બરના રોજ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 6 વિકેટથી હરાવીને ખિતાબ જીતી લીધો છે. હવે ભારતીય ક્રિકેટ ફેન્સ આ હારને ભૂલીને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનના ઈન્તેજારમાં લાગી ગયા છે.  આ આઈપીએલ સીઝનને લઈને હરાજી 19 ડિસેમ્બરના રોજ દુબઈમાં થઈ શકે છે. પરંતુ તેનાથી પહેલી વિન્ડો ખુલી ગઈ છે. આ ટ્રાન્સફર વિન્ડોની છેલ્લી તારીખ 26 નવેમ્બર નક્કી કરાઈ છે. તેને ટ્રડિંગ વિંડો પણ કહેવામાં આવે છે. તે હેઠળ બે ફ્રેન્ચાઈઝી પરસ્પર સહમતિથી મનપસંદ ખેલાડીઓને એકબીજા સાથે ટ્રેડ કરી શકે છે. જો કે આ માટે ખેલાડીઓની પણ મંજૂરી જરૂરી હોય છે. 

અત્યાર સુધી આ ખેલાડીઓનો ટ્રેડ થયો છે
અત્યાર સુધીમાં બે ખેલાડીઓ ટ્રાન્સફર થયા છે. આ મહિને એટલે કે 3 નવેમ્બરના રોજ રોમારિયો શેફર્ડ 2024 સીઝન માટે ટ્રેડ થનારા પહેલા ખેલાડી બન્યા ચે. પાંચવારની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે લખનઉ સુપર જાયન્ટ્સ સાથે 50 લાખ રૂપિયામાં શેફર્ડને ટ્રેડ કર્યો. 

બીજી ડીલ રાજસ્થાન રોયલ્સ (RR) અને લખનઉ ફ્રેન્ચાઈઝી વચ્ચે થઈ. રાજસ્થાને બેટર દેવદત્ત પડિક્કલના બદલે ફાસ્ટ બોલર આવેશ ખાનને લેવાનો નિર્ણય લીધો. બંને ટીમો અને ખેલાડીઓએ આ ડીલને મંજૂર કરી લીધી. બીસીસીઆઈએ પણ તેના પર મહોર લગાવી દીધી છે. 

લખનઉએ આઈપીએલ 2022 મેગા ઓક્શનમાં આવેશને 10 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો હતો. જ્યારે રાજસ્થાને પડિક્કલ માટે 7.75 કરોડ રૂપિયા  ખર્ચ કર્યો હતો. બંને ખેલાડીઓને આ વર્ષે તેમની ફ્રેન્ચાઈઝીએ રિટેન કર્યા હતા  પરંતુ હવે આગામી સીઝન પહેલા ફેરફાર જોવા મળી રહ્યો છે. 

પંડ્યા અને રોહિતનો ટ્રેડ થાય તેવી શક્યતા
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ વખતે એક મોટો ટ્રેડ થઈ શકે છે. આ ટ્રેડ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા વચ્ચે થઈ શકે છે. પંડ્યા પોતાની જૂની ટીમમાં પાછો ફરી શકે છે. જ્યારે રોહિત શર્મા ગુજરાત ટાઈટન્સ સાથે જોડાઈ શકે છે. એટલે કે બંને ટીમોના કેપ્ટનોની અદલાબદલી થઈ શકે છે. રોહિતની કેપ્ટનશીપમાં મુંબઈએ અત્યાર સુધીમાં સૌથી વધુ વખત 5 વાર ખિતાબ જીત્યો છે. જ્યારે હાર્દિકની કેપ્ટનશીપમાં પહેલા જ ધડાકે  ગુજરાતે આ ખિતાબ મેળવેલો છે. 

જાણો ટ્રાન્સફર વિન્ડોના નિયમો
- કોઈ એક પ્લેયરને બે પ્રકારે ટ્રેડ કરી શકાય છે. પહેલો એ કે તે ખેલાડીની ફ્રેન્ચાઈઝી પોતે વેચવા માટે કોઈને ઓફર કરે અથવા તો પછી બીજો એ કે કોઈ ફ્રેન્ચાઈઝી કોઈ ખેલાડીને ખરીદવા માટે રસ દાખવે. 
- કોઈ ખેલાડીને ટ્રેક કરવા માટે ફ્રેન્ચાઈઝી વચ્ચે ફક્ત પૈસા અંગે જ વાત થવી જોઈએ. 
- જો IPL ગવર્નિંગ કાઉન્સિલની મંજૂરી ન હોય તો ટ્રેડ ન થઈ શકે. એટલે કે IPL ગવર્નિંગ કાઉન્સિલની મંજૂરી પણ જરૂરી રહેશે. 
- જો કોઈ એક  પ્લેયરને ખરીદવા માટે કોઈ એકથી વધુ ફ્રેન્ચાઈઝી પોતાનો રસ દાખવે તો  પછી સમગ્ર મામલો વેચનારી ફ્રેન્ચાઈઝી પર અટકી જાય છે. તેઓ પોતાની મરજીની ફ્રેન્ચાઈઝી સાથે ટ્રેડ કરી શકે છે. 
- કોઈ ખેલાડીને ટ્રેડ કરવા કે બીજી ટીમમાં ટ્રાન્સફર કરતા પહેલા તેની મંજૂરી  લેવી પડશે. આ સાથે જ ફ્રેન્ચાઈઝી 'આઈકન' પ્લેયરને ટ્રેડ કરી શકે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news