ISSF World Cup : મનુ ભાકરે ગોલ્ડ અને રવિ કુમાર બ્રોન્ઝ જીત્યો

મનુ પહેલા શાહવર રિજવીએ જીત્યો હતો ગોલ્ડ

અત્યાર સુધી ભારતને બે ગોલ્ડ અને ત્રણ બ્રોન્ઝ મેડલ મળ્યા

રવિ સિવાય જીતુ રાય અને મેહુલીએ જીત્યા બ્રોન્ઝ

 ISSF World Cup : મનુ ભાકરે ગોલ્ડ અને રવિ કુમાર બ્રોન્ઝ જીત્યો

નવી દિલ્હીઃ ભારતીય શૂટર મનુ ભાકરે મેક્સિકોના ગુઆદાલાજારામાં ચાલી રહેલા આઈએસએસએફ વિશ્વકપમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે જ્યારે રવિ કુમાહરે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મનુએ યજમાન દેશના અલેજાંદ્રા જાવાલાને પછાડી જે બે વખતની વિશ્વકપ વિજેતા છે. તેણે 24 શોટના ફાઇનલના અંતિમ શોટમાં 10.8 અંક પ્રાપ્ત કર્યા જેનો કુલ સ્કોર 237.5 રહ્યો. 

જાવાલાએ 237.1 અંક મેળવ્યા જ્યારે ફ્રાન્સની કીસેલિન ગોબરવિલેએ 217 અંક સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. 11માં ધોરણની છાત્રા મનુએ હાલમાં બ્યૂનસ આયર્સ યુવા ઓલંમ્પિક ખેલો માટે કોટા સ્થાન મેળવ્યું હતું, તેણે ગોલ્ડ મેડલ મેળવીને સત્રના પ્રથમ વિશ્વકપમાં ભારતનો શાનદાર દેખાવ જારી રાખ્યો છે. મેડલ જીત્યા બાદ મનુએ કહ્યું, હું ગોલ્ડ જીતીને ખૂબ ખુશ છું, કારણ કે આ મારો પ્રથમ વિશ્વકપ પદક છે. હું આગામી સ્પર્ધામાં આનાથી વધુ સારુ પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરીશ. 

रवि कुमार ने खिताब जीत कर फाइनल में बनाया नया राष्ट्रीय रिकॉर्ड

આ પહેલા શહજરે 10 મીટર એર પિસ્તોલમાં શનિવારે રાત્રે ગોલ્ડ પર  નિશાન લગાવીને પોતાના પ્રથમ વર્લ્ડકપમાં ગોલ્ડ જીતવાની સિદ્ધિ મેળવી છે. આ માટે રિજવીએ 242.3 અંક મેળવ્યા જે એક રેકોર્ડ છે. તેણે જર્મનીના ક્રિશ્ચિયન રિટ્જ (239.7)ને હરાવ્યો. આ સાથે આ ઈવેન્ટમાં 579 પોઇન્ટ સાથે રિજવીએ ભારત તરફથી સૌથી વધુ પોઇન્ટ મેળવનારો ખેલાડી અને આ સ્પર્ધામાં તે દુનિયાના 8 ખેલાડીઓમાં બીજા નંબરે રહ્યો. 

ISSF : निशानेबाजी में अपने पहले ही वर्ल्डकप में रिकॉर्डतोड़ सोना जीता शहजर रिजवी ने

મહિલાઓમાં મેહુલીએ અપાવ્યો મેડલ
મહિલાઓની 10 મીટર એર રાઇફલ શૂટિંગ પ્રતિસ્પર્ધામાં ભારતની સ્ટાર શૂટર મેહુલી ઘોષે બ્રોન્ઝ મેડલ પર નિશાન તાક્યું હતું. 228.4 પોઇન્ટની સાથે તે ત્રીજા નંબરે રહી. આ ઈવેન્ટનો ગોલ્ડ રોમાનિયા અને કાસ્ય ચીને જીત્યો. આ ઈવેન્ટની ફાઇનલમાં ત્રણ ભારતીય મહિલા શૂટર્સે પણ ક્વોલિફાઇ કર્યું હતું. પરંતુ મેહુલીને મેડલ મળ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news