આ મશીન છે 85 લાખ રૂ.નું અને એના પૈસા છે વસુલ કારણ કે...

આ મશીનો થકી બ્લડ બેંક અત્યંત આધુનિક બની છે

આ મશીન છે 85 લાખ રૂ.નું અને એના પૈસા છે વસુલ કારણ કે...

ગાંધીધામ : ગાંધીધામ આઇએમએ ટ્રસ્ટ દ્વારા સંચાલિત બ્લડ બેંકમાં 85 લાખના ખર્ચે ફુલી ઓટોમેટિક મશીન વસાવવામાં આવ્યું છે. આ મશીન કચ્છમાં પ્રથમ અને ગુજરાતમાં પણ માત્ર મોટા શહેરોમાં જ ઉપલબ્ધ છે. આ મશીનમાં 96 પ્રકારના ટેસ્ટ માત્ર કલાકોમાં જ થઈ શકશે. ગાંધીધામ બ્લડ બેંક દ્વારા વસાવવામાં આવેલ મશીનમાં બલ્ડ ગૃપિંગ, ક્રોસ મેચિંગ અને એન્ટી બોડી ડિટેક્શન થઈ શકે છે. 

આ મશીનો થકી બ્લડ બેંક અત્યંત આધુનિક બની છે. આવા મશીન ગુજરાતની જૂજ બ્લડ બેંકો પાસે જ છે. આ મશીનથી ટેસ્ટની એક્યુરેસી વધે છે તેમજ એચઆઇવી, એચબી, એસએજી, એચસીવીએજી, મેલેરિયા વગેરેના ટેસ્ટ ઝડપથી થઇ શકે છે. આ મશીનને કારણે 96 પ્રકારના ટેસ્ટ કલાકોમાં જ થઈ જશે.

આ મશીન અંગે આઇએમએના ડો. અશોક ઠક્કરે જણાવ્યું છે કે બ્લડ બેંકમાં વધતી કામગીરીને ધ્યાનમાં લઈને આ મશીન વસાવવામાં આવ્યું છે જેનો કચ્છભરનાં દર્દીઓને ફાયદો થશે. બ્લડ બેંકના ડો. રૂપાલીએ જણાવ્યું છે કે આ મશીનને કારણે બ્લડના તમામ પ્રકારના ટેસ્ટિંગમાં ચોકસાઈ આવશે અને તેના કારણે દર્દીઓનુ સચોટ નિદાન કરી શકાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news