Italian Open માં જોકોવિચને હરાવીને નડાલે ટાઈલ પોતાના નામે કર્યું, નંબર વન ટેનિસ સ્ટારને હરાવીને સર્જ્યો અપસેટ

રાફેલ નડાલ તેના કરિયરની શરૂઆતથી જ ખુબ જ ચાલાક અને આક્રામક ખેલાડી રહ્યો છે. ટેનિસની રમતમાં એક પલખ જપકાવતા જ વિરોધી ખેલાડી જે ભૂલ કરે એનો લાભ ઉઠાવવામાં નડાલ સૌથી આગળ છે.

Updated By: May 17, 2021, 02:33 PM IST
Italian Open માં જોકોવિચને હરાવીને નડાલે ટાઈલ પોતાના નામે કર્યું, નંબર વન ટેનિસ સ્ટારને હરાવીને સર્જ્યો અપસેટ

નવી દિલ્લીઃ રાફેલ નડાલ તેના કરિયરની શરૂઆતથી જ ખુબ જ ચાલાક અને આક્રામક ખેલાડી રહ્યો છે. ટેનિસની રમતમાં એક પલખ જપકાવતા જ વિરોધી ખેલાડી જે ભૂલ કરે એનો લાભ ઉઠાવવામાં નડાલ સૌથી આગળ છે. અને આ વાત ફરી એકવાર નડાલે ટેનિસ કોટમાં સાબિત કરી બતાવી છે. રાફેલ નડાલએ નંબર વન ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચને હરાવીને ઇટાલીયન ઓપનનું ટાઈલ પોતાના નામે કરી લીધું છે. વિશ્વનો નંબર વન ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચ (Novak Djokovic) પર સ્પેનનો રાફેલ નડાલ (Rafael Nadal) ઇટાલીયન ઓપન 2021 (Italian Open 2021) દરમ્યાન ભારે પડ્યો હતો.

Kapil Sharma થી લઈને JUBIN NOTIYAL સુધીના સિતારાઓને શરૂઆતમાં કરવો પડ્યો હતો રિજેકશનનો સામનો

પોતાની આક્રામક રમતને કારણે નડાલ હંમેશા સામેવાળા ખેલાડી પર ચઢાઈ કરીને રમતો હોય છે. એજ કારણ છેકે, તેની સામેનો ખેલાડી થોડો સતર્ક થઈને રમવાનો પ્રયાસ કરે છે. જેવો સામેવાળો ખેલાડી વધારે ડિફેન્સીવ થાય ત્યારે રાફેલ નડાલ તેના પર રીતસર ચઢાઈ કરી દે છે. આ વખતે ઈટાલીયન ઓપનમાં પણ કંઈક આવું જ બન્યું. ઇટાલીયન ઓપનની ફાઇનલ મેચમાં બંને વચ્ચે રમાયેલી મેચ શાનદાર રહી હતી. પહેલા જબરદસ્ત ટક્કર ભર્યા રહ્યા બાદ, નિર્ણાયક સેટમાં નડાલે હાવી રહીને બાજી મારી લીધી હતી. સિંગલ્સ મેન્સ ફાઇનલમાં નડાલે 7-5, 1-6 અને 6-3 થી જોકોવિચને હરાવી દીધો હતો.

Shweta Tiwari ના વિવાદિત વીડિયો બાદ હવે Sexy Photos આવ્યાં સામે, ઈંસ્ટાગ્રામ પર મચી ધૂમ

પ્રથમ સેટ નડાલે એ 7-5 થી પોતાના નામે કરી લીધો હતો. બંને વચ્ચે પ્રથમ સેટમાં જબરદસ્ત ટક્કર જોવા મળી હતી. તેના બાદ બીજા સેટમાં જોકોવિચ એ 6-1 થી નડાલ પર હાવી થયો હતો. આમ નડાલ બીજા સેટ દરમ્યાન મુશ્કેલ દેખાયો હતો. જોકે નડાલે અંતિમ અંતિમ અને નિર્ણાયક સેટમાં જબરદસ્ત વાપસી કરી હતી. તેણે જબરદસ્ત રમત રમીને અંતિમ સેટને જીતવા સાથે જ ટાઇટલ પોતાના નામે કરી લીધુ હતું.

DDLJ ના પલટ..પલટ..વાળા સીનની KOREAN SERIAL માં કોપી મારી! Video જોશો તો હસી હસીને દુખી જશે પેટ

મહિલા સિંગલ્સની વાત કરવામાં આવે તો, ફેન્ચ ઓપનની વર્તમાન ચેમ્પીયન ઇગા સ્વિયાટેક એ ઇટાલીયન ઓપનના એક તરફી ફાઇનલમાં રવિવારે કેરોલિના પ્લિસકોવાને હરાવી દીધી હતી. પોલેન્ડની 19 વર્ષીય આ ખેલાડી 2019 માંની ચેમ્પિયન પ્લિસ્કોવાને લગભગ 46 મિનીટમાં જ 6-0, 6-0 થી હરાવીને ફ્રેન્ચ ઓપનની શાનદાર તૈયારીનો સંકેત પણ આપ્યો હતો.

સ્વિયાટેકની રમત એટલી પ્રભાવશાળી રહી હતી કે, તેણે મેચ દરમ્યાન ફક્ત 13 પોઇન્ટ ગુમાવ્યા હતા. મેચ બાદ તેણે કહ્યુ હતું કે, સ્વાભાવિક છે કે આજનો દિવસ મારા માટે સારો નહોતો. ઇગાએ શાનદાર રમત રમી હતી. ડબલ્યુટીએ ફાઇનલમાં પાંચ વર્ષ બાદ આવુ થયુ છે, જ્યારે વિરોધી ટીમ એક પણ પોઇન્ટ મેળવવામાં સફળ ના રહી હોય. આ પહેલા સિમોના હાલેપ એ આ જ પ્રકારના અંતરથી અનસ્તાસિયા સેવાસ્તોવા ને બુખારેસ્ટમાં હરાવી હતી.

Tarak Mehta Ka Oolta Chashma ની બબીતા અને જેઠાલાલ વચ્ચે છે ખાસ સંબંધ, જાણવા જેવી છે પડદા પાછળની કહાની

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube