VIDEO:પૌત્ર બુમરાહને મળવાની ઇચ્છા રહી અધુરી : જસપ્રિતનાં દાદાની લાશ મળતા ચકચાર
ભારતીય ક્રિકેટર જશપ્રિત બુમરાહને 17 વર્ષથી મળવાની અધુરી ઇચ્છા પુરી કરવા માટે તેનાં દાદા અમદાવાદ ખાતે આવ્યા હતા.
- 17 વર્ષથી મળવાની અધુરી ઈચ્છા પૂરી કરવા માટે આવ્યા હતાં અમદાવાદ
- 84 વર્ષના દાદા બે દિવસ પહેલા ઘર છોડીને જતા રહ્યાં હતાં
- સાબરમતીમાંથી લાશ મળી આવતા ચકચાર મચી
Trending Photos
અમદાવાદ : ભારતીય ક્રિકેટર જશપ્રિત બુમરાહને 17 વર્ષથી મળવાની અધુરી ઇચ્છા પુરી કરવા માટે તેનાં દાદા અમદાવાદ ખાતે આવ્યા હતા. 84 વર્ષનાં દાદા સંતોકસિંહ ઉત્તમસિંગ બુમરાહ બે દિવસ પહેલા ઘર છોડીને જતા રહ્યા હતા. 5 ડિસેમ્બરે પૌત્ર જસપ્રિત બુમરાહનો જન્મ દિવસ હોઇ તેને મળવા માટે સંતોકસિંહ 1 ડિસેમ્બરે જ ઉતરાખંડ ખાતેનાં ઘરેથી અમદાવાદ આવવા માટે નિકળ્યા હતા. જો કે પૌત્રને નહી મળી શકવા ઉપરાંત પરિવાર દ્વારા અયોગ્ય વર્તન થવાનાં કારણે તેઓ ઘર છોડીને ચાલ્યા ગયા હતા.
સંતોખસિંહ 8 દિવસ સુધી વસ્ત્રાપુર સંજીવની હોસ્પિટલ સામે આવેલા સોનલ એપાર્ટમેન્ટમાં દીકરી રાજીન્દરકોર સાથે રહ્યા હતા. દરમિયાન તેમણે વારંવાર જસપ્રિતની માતા દલજીતકોર અને તેનાં પરિવારને મળવાની અને મરતા પહેલા એકવાર જસપ્રીતને મળવા માટેની પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જો કે દલજીત દ્વારા તેને જસપ્રીતને મળવા દેવાયો નહોતો. જસપ્રીતનો મોબાઇલ નંબર માંગવા છતા પણ નહી આપતા તેઓ તેનાં થલતેજ ખાતેનાં મકાને મળવા માટે ગયા હતા. જો કે ગેરવર્તણુંક થયા બાદ તેઓ ક્યાંચ ચાલ્યા ગયા હતા.
શુક્રવાર બપોરથી ગુમ જસપ્રીતનાં દાદાનો મૃતદેહ આજે સવારે સાબરમતીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો. અત્રે નોંધનીય છે કે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાઇ હતી. જેનાં આધારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન તપાસ કરી રહી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે