Rahul એ કાપ્યું પોતાના જ દોસ્તનું પત્તું! દોસ્તની જગ્યા પર કર્યો કબજો, હવે આ ખેલાડી માટે વાપસીનો દરવાજો બંધ!

લોર્ડસ ટેસ્ટમાં શાનદાર શતક બનાવનાર રાહુલ અત્યાર સુધી આ સીરિઝમાં રમાયેલી બે ટેસ્ટ મેચમાં એક શતક અને એક અર્ધશતકની મદદથી 244 રન બનાવી ચૂક્યા છે. રાહુલે પોતાના શાનદાર પ્રદર્શનથી પોતાના બેસ્ટ ફ્રેન્ડનું પત્તુ કાપી નાખ્યું છે. ભારત અને ઈન્ગલેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝનો ત્રીજા મુકાબલો 25 ઓગસ્ટે લીડ્સના હેડિંગ્લે ગ્રાઉન્ડમાં રમાશે. ટેસ્ટ રિસીઝમાં ભારતે ઈન્ગેલેન્ડ પર 1-0થી દબદબો યથાવત રાખ્યો. ભારતીય બલ્લેબાજ રાહુલે ઓપનિંગમાં પોતાના શાનદાર પ્રદર્શનથી પોતાના બેસ્ટ ફ્રેન્ડનું ટેસ્ટ ટીમમાંથી પત્તું કાપ્યું. 

Rahul એ કાપ્યું પોતાના જ દોસ્તનું પત્તું! દોસ્તની જગ્યા પર કર્યો કબજો, હવે આ ખેલાડી માટે વાપસીનો દરવાજો બંધ!

નવી દિલ્લીઃ લોર્ડસ ટેસ્ટમાં શાનદાર શતક બનાવનાર રાહુલ અત્યાર સુધી આ સીરિઝમાં રમાયેલી બે ટેસ્ટ મેચમાં એક શતક અને એક અર્ધશતકની મદદથી 244 રન બનાવી ચૂક્યા છે. રાહુલે પોતાના શાનદાર પ્રદર્શનથી પોતાના બેસ્ટ ફ્રેન્ડનું પત્તુ કાપી નાખ્યું છે. ભારત અને ઈન્ગલેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝનો ત્રીજા મુકાબલો 25 ઓગસ્ટે લીડ્સના હેડિંગ્લે ગ્રાઉન્ડમાં રમાશે. ટેસ્ટ રિસીઝમાં ભારતે ઈન્ગેલેન્ડ પર 1-0થી દબદબો યથાવત રાખ્યો. ભારતીય બલ્લેબાજ રાહુલે ઓપનિંગમાં પોતાના શાનદાર પ્રદર્શનથી પોતાના બેસ્ટ ફ્રેન્ડનું ટેસ્ટ ટીમમાંથી પત્તું કાપ્યું. 

રાહુલે પોતાના ખાસ મિત્રની જગ્યા પર કર્યો કબજો:
લોર્ડસ ટેસ્ટમાં શાનદાર શતક બનાવનાર રાહુલ અત્યાર સુધી આ સીરિઝમાં રમાયેલી બે ટેસ્ટ મેચમાં એક શતક અને એક અર્ધશતકની મદદથી 244 રન બનાવી ચૂક્યા છે. રાહુલે પોતાના આ શાનદાર પ્રદર્શનથી પોતાના બેસ્ટ ફ્રેન્ડ મયંક અગ્રવાલનું પત્તું કાપ્યું છે. 

ટીમ ઈન્ડિયામાં નસીબથી મળ્યું સ્થાન:
હવે આવનારા ઘણા સમય સુધી રાહુલ અને રોહિતની જોડી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરી શકે છે. સિરીઝની શરૂઆત પહેલાં કોઈને આશા ન હતી, કેમ કે, સિરીઝની પહેલાં શુભમન ગિલ ઈજાના કારણે બહાર થઈ ગયા હતા. 

આ બલ્લેબાજ માટે દરવાજા બંધ:
શુભમન ગિલ પછી મયંક અગ્રવાલનું નામ લગભગ નક્કી હતું પરંતુ પહેલી ટેસ્ટ પહેલાં જ પ્રેક્ટિસ દરમિયાન થયેલી ઈજાના કારણે મયંક પણ મેચથી બહાર થઈ ગયા. એવામાં રાહુલને 2 વર્ષના લાંબા સમય બાદ ટેસ્ટ ટીમમાં શામેલ કરાયા. આ પછી રાહુલે બે મેચમાં જે પ્રકારનું પ્રદર્શન કર્યું તે પરથી કહી શકાય કે, ગિલ અને મયંક માટે ટેસ્ટ ટીમમાં વાપસી કરવાનો દરવાજો બંધ થઈ ગયો છે. મહત્વનું છે કે કેએલ રાહુલ અને મયંક અગ્રાવાલ ખાસ મિત્રો છે બંને ખેલાડીઓ ઘરેલું મેચમાં કર્ણાટક તરફથી રમતા જોવા મળે છે.

રાહુલે કર્યા 244 રન:
કેએલ રાહુલ અત્યાર સુધીમાં આ સિરીઝમાં રમાયેલી બે ટેસ્ટ મેચ બાદ સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં બીજા નંબર પર છે. ઈંગ્લિશ કેપ્ટન જો રુટ આ લિસ્ટમાં 386 રન બનાવીને ટોપ પર છે. રાહુલે અત્યાર સુધીમાં આ સિરીઝમાં 244 રન બનાવ્યા છે. 

રાહુલ આ શ્રેણીમાં અત્યાર સુધીમાં કુલ 532 બોલ રમી ચૂક્યા છે:
કે.એલ. રાહુલ આ શ્રેણીમાં અત્યાર સુધી કુલ 532 બોલ રમી ચૂક્યા છે. બીજી બાજુ, આ શ્રેણીમાં અન્ય કોઈ ખેલાડી અત્યાર સુધી 200 રનના આંકડા સુધી નથી પહોંચી શક્યા. ભારતીય ટીમના બીજા ઓપનર રોહિત શર્માએ અત્યાર સુધી અડધી સદીની મદદથી શ્રેણીમાં 152 રન બનાવ્યા.

રોહિત શર્મા સાથે હિટ જોડી:
અત્યાર સુધી રમાયેલી બે ટેસ્ટ મેચમાં કેએલ રાહુલ અને રોહિત શર્માની જોડીએ 4 ઈનિંગ્સમાં 69ની સરેરાશથી 275 રન બનાવ્યા. આ દરમિયાન બંને વચ્ચે એક સદી અને અડધી સદીની ભાગીદારી પણ થઈ. આ ભારતીય જોડી 75 વર્ષની શ્રેષ્ઠ ભારતીય ઓપનિંગ ભાગીદારી સાબિત થઈ છે. અગાઉ 1936 માં, ભારતીય ઓપનિંગ જોડીએ 71ની સરેરાશથી રન બનાવ્યા હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news