DC vs KKR: દિલ્હી સામે કોલકત્તાનો મુશ્કેલ પડકાર, જીતનારી ટીમને મળશે ફાઇનલની ટિકિટ

દિલ્હીની પાસે સારા ખેલાડી છે અને તેની ટીમમાં ડેપ્થ છે. લીગ રાઉન્ડમાં દિલ્હી 10 જીત સાથે ટોપ પર રહી હતી. જ્યારે શારજાહની પિચને જોતા કોલકત્તાની ટીમનું પલડુ ભારે છે. 

DC vs KKR: દિલ્હી સામે કોલકત્તાનો મુશ્કેલ પડકાર, જીતનારી ટીમને મળશે ફાઇનલની ટિકિટ

નવી દિલ્હીઃ પ્રથમ વખત આઈપીએલ ટ્રોફી જીતવાની આશા રાખીને બેઠેલી દિલ્હી કેપિટલ્સની ટીમે બુધવારે બીજી ક્વોલિફાયરમાં સારા ફોર્મમાં ચાલી રહેલી કોલકત્તા નાઇટ રાઇડર્સના મોટા પડકારનો સામનો કરવો પડશે. 

દિલ્હી કેપિટલ્સની ટીમ પ્રથમ મોટી પરીક્ષામાં નિષ્ફળ રહી હતી જ્યારે તેણે પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નઈ સુપરકિંગ્સ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો. રિષભ પંતની આગેવાનીવાળી ટીમ જો નાઇટ રાઇડર્સ વિરુદ્ધ હારશે તો તેનું અભિયાન સમાપ્ત થઈ જશે. 

આત્મવિશ્વાસથી ભરેલી છે કેકેઆર
તેમાં કોઈ શંકા નથી કે સોમવારે એલિમિનેટરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને હરાવ્યા બાદ કેકેઆરની ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે. જો લય અને યોગ્ય સમય પર પોતાનું સારૂ પ્રદર્શન કરવા પર નજર કરીએ તો કેકેઆરનું પલડું ભારે લાગી રહ્યું છે.  

દિલ્હીની પાસે શાનદાર ખેલાડીઓની ફોજ
દિલ્હીની પાસે સારા ખેલાડી છે અને તેની ટીમમાં ઉંડાણ છે. લીગ સ્ટેજમાં દિલ્હીની ટીમ 10 જીતથી 20 પોઈન્ટ મેળવી ટોપ પર રહી હતી પરંતુ તેને ખ્યાલ છે કે કેકેઆર વિરુદ્ધ તેનો માર્ગ સરળ રહેશે નહીં. 

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગના કોચના રૂપમાં જોડાયા બાદ દિલ્હીની ટીમ સતત મજબૂત થઈ છે. ટીમ 2019માં ત્રીજા સ્થાને રહી હતી તો 2020માં ફાઇનલ સુધી પહોંચી હતી. ટીમ આ વખતે એક પગલું આગળ વધારતા ટાઇટલ જીતવા ઈચ્છશે. દિલ્હીની ટીમ ટૂર્નામેન્ટની સૌથી સંતુલિત ટીમોમાંથી એક છે. તેની પાસે મજબૂત બેટિંગ ક્રણ સિવાય ઉપયોગી ફાસ્ટ બોલિંગ આક્રમણ છે, જેને સ્પિનર આર અશ્વિનનો ખુબ સહયોગ મળે છે. 

દિલ્હી કેપિટલ્સ પારે મજબૂત બેટિંગ ક્રમ
શિખર ધવન, પૃથ્વી શો અને શ્રેયસ અય્યરની હાજરીમાં ટીમનો ટોપ ક્રમ ખુબ મજબૂત છે. પંત અને શિમરોન હેટમાયર મધ્યક્રમને મજબૂતી આપે છે. શિખર ધવન આ સીઝનમાં 551 રન બનાવી ચુક્યો છે. તેના ઓપનિંગ ભાગીદાર પૃથ્વીએ પણ ચેન્નઈ સામે આક્રમક ઈનિંગ રમી હતી. બોલિંગમાં રબાડા અને આફ્રિકાનો સાથો બોલર એનરિક નોર્ત્જેની જોડી સારૂ પ્રદર્શન કરી રહી છે. 

આવેશ ખાન ઝડપી ચુક્યો છે 23 વિકેટ
ફાસ્ટ બોલર આવેશ ખાને પણ હાલની સીઝનમાં અત્યાર સુધી 23 વિકેટ ઝડપી છે અને કેકેઆર વિરુદ્ધ તે પોતાના વિકેટોની સંખ્યા વધારવા ઈચ્છશે. દિલ્હીએ ટૂર્નામેન્ટના યૂએઈ તબક્કામાં પાંચ જીત મેળવી છે પરંતુ તેણે જે મેચ ગુમાવી છે તેમાં કેકેઆર વિરુદ્ધ હાર પણ સામેલ છે. 

આસાન નહીં રહે દિલ્હીનો માર્ગ
દિલ્હીનો માર્ગ આસાન હશે નહીં કારણ કે ભારતમાં પ્રથમ તબક્કામાં ખરાબ પ્રદર્શન બાદ ઇયોન મોર્ગનની ટીમે યૂએઈ તબક્કામાં શાનદાર વાપસી કરી છે. ટીમ સારી નેટ રનરેટને કારણે પાંચ વખતની ચેમ્પિયન મુંબઈને પછાડીને પ્લેઓફમાં જગ્યા બનાવવામાં સફળ રહી. યૂએઈમાં બીજા તબક્કામાં કોલકત્તાની ટીમના પ્રદર્શનમાં ખુબ સુધાર થયો છે અને આરસીબી વિરુદ્ધ તેના પ્રદર્શનને સંકેત માનવામાં આવે તો મોર્ગનની ટીમને હરાવવી સરળ નથી. 

કેકેઆરની સ્પિન ત્રિપુટીથી રહેવું પડશે સાવધાન
સ્પિનની અનુકૂળ પિચ પર વરૂણ ચક્રવર્તી અને સુનીલ નારાયણની સ્પિન જોડી દિલ્હીના મજબૂત બેટિંગ ક્રમની પરીક્ષા લેશે. હાલના સત્રમાં કેકેઆરની બેટિંગ તેનો મજબૂત પક્ષ રહી નથી અને દિલ્હીની ટીમ તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે. ટીમને શુભમન ગિલ, વેંકટેશ અય્યર અને રાહુલ ત્રિપાઠી (393 રનની સાથે અત્યાર સુધી ટીમનો ટોપ સ્કોરર) પાસેથી સારી શરૂઆતની આશા હશે જ્યારે કેકેઆર ફાઇનલમાં જગ્યા બનાવવા ઈચ્છે છે તો મોર્ગનના બેટથી પણ રનની જરૂર પડશે. આ મુકાબલામાં વિજેતા ટીમનો સામનો ફાઇનલમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે થશે. 

સંભવિત પ્લેઇંગ ઇલેવન
કોલકત્તાઃ
શુભમન ગિલ, વેંકટેશ અય્યર, રાહુલ ત્રિપાઠી, નીતિશ રાણા, દિનેશ કાર્તિક, ઇયોન મોર્ગન, શાકિબ અલ-હસન, સુનીલ નારાયણ, લોકી ફર્ગ્યુશન, શિવમ માવી, વરૂણ ચક્રવર્તી. 

દિલ્હીઃ શિખર ધવન, પૃથ્વી શો, શ્રેયસ અય્યર, રિષભ પંત, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, ટોમ કરન, આર અશ્વિન, એનરિક નોર્ત્જે, કગિસો રબાડા, આવેશ ખાન.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news