KKR vs RCB: વિરાટ કોહલીનું સપનું રોળાયું, કોલકત્તા સામે હારીને બેંગલોરની ટીમ બહાર

IPL 2021: વિરાટ કોહલી અને આરસીબીના ફેન્સનું આઈપીએલની ટ્રોફી જીતવાનું સપનું ફરી ચકનાચુર થયું છે. આઈપીએલની એલિમિનેટર મેચમાં કોલકત્તા સામે હારીને બેંગલોરની સફર સમાપ્ત થઈ ગઈ છે. વિરાટ કોહલીની કેપ્ટન તરીકે આ છેલ્લી મેચ સાબિત થઈ છે. 

Updated By: Oct 11, 2021, 11:07 PM IST
KKR vs RCB: વિરાટ કોહલીનું સપનું રોળાયું, કોલકત્તા સામે હારીને બેંગલોરની ટીમ બહાર

શારજાહઃ સુનીલ નારાયણ (21 રનમાં ચાર વિકેટ અને રન) ની મદદથી કોલકત્તા નાઇટ રાઇડર્સે આઈપીએલ-2021ની એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ને 4 વિકેટે પરાજય આપી ક્વોલિફાયર-2માં પ્રવેશ કરી લીધો છે. આ હાર સાથે આઈપીએલમાં વિરાટ કોહલીની આગેવાનીવાળી આરસીબીની સફર સમાપ્ત થઈ ગઈ છે. વિરાટ કોહલીની આરસીબીના કેપ્ટન તરીકે આ છેલ્લી મેચ સાબિત થઈ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ 20 ઓવરમાં 7 વિકેટે 138 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકત્તાએ 20 ઓવરમાં 6 વિકેટે રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. હવે દિલ્હી કેપિટલ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે 13 ઓક્ટોબરે ક્વોલિફાયર-2 રમાશે. 

કોલકત્તાની સારી શરૂઆત
આરસીબીએ આપેલા 139 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કેકેઆરને બંને ઓપનરોએ સારી શરૂઆત અપાવી હતી. પ્રથમ વિકેટ માટે શુભમન ગિલ અને વેંકટેશ અય્યરે 41 રનની ભાગીદારી કરી હતી. ગિલ 29 રન બનાવી હર્ષલ પટેલનો શિકાર બન્યો હતો. ટીમે પાવરપ્લેમાં 48 રન બનાવ્યા હતા. 

કોલકત્તાને 53 રનના સ્કોર પર રાહુલ ત્રિપાઠીના રૂપમાં બીજો ઝટકો લાગ્યો હતો. ત્રિપાઠી  ચહલનો શિકાર બન્યો હતો. વેંકટેશ અય્યર 30 બોલમાં 26 રન બનાવી હર્ષલ પટેલની ઓવરમાં આઉટ થયો હતો. ત્યારબાદ નીતિશ રાણા 25 બોલમાં 23 રન બનાવી યુજવેન્દ્ર ચહલની ઓવરમાં આઉટ થયો હતો. રાણાએ એક ફોર અને એક સિક્સ ફટકારી હતી. 

બેટિંગમાં પણ નારાયણે આપ્યું મહત્વનું યોગદાન
સુનીલ નારાયણે બોલિંગમાં દમદાર પ્રદર્શન કર્યા બાદ બેટથી પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. નારાયણે 15 બોલમાં 3 સિક્સ સાથે 26 રન બનાવ્યા હતા. નારાયણ મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો હતો. દિનેશ કાર્તિક 10 રન બનાવી મોહમ્મદ સિરાજની ઓવરમાં આઉટ થયો હતો. કેપ્ટન મોર્ગન 5 અને શાકિબ 6 રન બનાવી અણનમ રહ્યા હતા. 

કોહલી-પડિક્કલે અપાવી સારી શરૂઆત
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ઓપનર વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલે સારી શરૂઆત અપાવી હતી. બંનેએ 5.1 ઓવરમાં 49 રન જોડી દીધા હતા. પડિક્કલ 18 બોલમાં 2 ચોગ્ગા સાથે 21 રન બનાવી લોકી ફર્ગ્યુસનની ઓવરમાં બોલ્ડ થયો હતો. આકસીબીએ પાવરપ્લેમાં 1 વિકેટે 53 રન બનાવ્યા હતા.

સુનીલ નારાયણે કરાવી વાપસી
એલિમિનેટર મેચમાં કોલકત્તાને સુનીલ નારાયણે મેચમાં શાનદાર વાપસી કરાવી હતી. નારાયણે ઈનિંગની 10મી ઓવરમાં શ્રીકર ભરત 9ને આઉટ કરીને ટીમને બીજી સફળતા અપાવી હતી. ત્યારબાદ નારાયણે કેપ્ટન વિરાટ કોહલી (39)ને બોલ્ડ કર્યો હતો. કોહલીએ 33 બોલમાં 5 ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ નારાયણે એબી ડિવિલિયર્સ (11)ને બોલ્ડ કરી કોલકત્તાને મોટી સફળતા અપાવી હતી. 

ગ્લેન મેક્સવેલ પણ ફેલ
અત્યાર સુધી શાનદાર ફોર્મમાં રહેલ ગ્લેન મેક્વસેલ મહત્વની મેચમાં સારૂ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હતો. મેક્સવેલ 18 બોલમાં 15 રન બનાવી નારાયણનો શિકાર બન્યો હતો. શાહબાઝ અહમદ 13 રન બનાવી ફર્ગ્યુસનની ઓવરમાં આઉટ થયો હતો. ડેનિયલ ક્રિસ્ચિયન 9 રન બનાવી રનઆઉટ થયો હતો. 

કોલકત્તા તરફથી સુનીલ નારાયણે 4 ઓવરમાં 21 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય લોકી ફર્ગ્યુસને 4 ઓવરમાં 30 રન આપીને બે સફળતા મેળવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube