પંજાબ સરકાર પુછમાં શહીદ જવાનોના પરિવારને આપશે 50-50 લાખ રૂપિયા, એક સભ્યને નોકરી પણ

જમ્મુ-કાશ્મીરના પુંછમાં સોમવારે આતંકીઓ સાથે લડતા શહીદ જવાનોના પરિવાર માટે પંજાબ સરકારે 50-50 લાખ રૂપિયાની રકમ અને નોકરી આપવાની જાહેરાત કરી છે. 

Updated By: Oct 11, 2021, 11:50 PM IST
પંજાબ સરકાર પુછમાં શહીદ જવાનોના પરિવારને આપશે 50-50 લાખ રૂપિયા, એક સભ્યને નોકરી પણ

ચંડીગઢઃ જમ્મુ-કાશ્મીરના પુંછમાં સોમવારે આતંકીઓ સાથે લડતા શહીદ જવાનોના પરિવાર માટે પંજાબ સરકારે 50-50 લાખ રૂપિયાની રકમ અને નોકરી આપવાની જાહેરાત કરી છે. પંજાબ સરકાર તરફથી મળેલી જાણકારી પ્રમાણે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ પુંછમાં આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં જીવ ગુમાવનાર નાયબ સુબેદાર જસવિંદર સિંહ, નાયબ મનદીપ સિંહ અને સિપાહી જગ્ગન સિંહના શોકગ્રસ્ત પરિવારને 50 લાખ રૂપિયાનું વળતર અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે. 

મહત્વનું છે કે પુંછ જિલ્લામાં આતંકવાદ વિરોધી અભિયાનમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં 'જૂનિયર કમીશંડ અધિકારી' સહિત પાંચ સૈન્યકર્મીઓ શહીદ થઈ ગયા હતા. રક્ષા વિભાગના એક પ્રવક્તાએ જણાવ્યુ કે, આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ભારે ગોળીબારી કરી જેનાથી એક જેસીઓ અને ચાર અન્ય જવાન ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થઈ ગયા. બાદમાં સારવાર દરમિયાન પાસે આવેલી એક સૈન્ય હોસ્પિટલમાં તમામ પાંચ સૈનિકોના નિધન થયા હતા. 

તો અનંતનાગ અને બાંદીપુરા જિલ્લામાં સોમવારે સુરક્ષાદળો સાથે અથડામણમાં બે આતંકવાદી માર્યા ગયા અને એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસના એક અધિકારીએ જણાવ્યુ કે આતંકવાદીની હાજરીની જાણકારી મળ્યા બાદ સુરક્ષાદળોએ અનંતનાગ જિલ્લાના વેરિનાગ વિસ્તારના ખાગુંડમાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબારી કરવાથી અભિયાન અથડામણમાં પરિવર્તિત થઈ ગયું હતું. સેનાએ પણ ગોળીબારીનો વળતો જવાબ આપ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube