IPL 2022: લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે રચી દીધો ઈતિહાસ, આ લિસ્ટમાં થયો સામેલ

લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ દમદાર ઈનિંગ રમી. રાહુલે આ સાથે એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. 

IPL 2022: લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે રચી દીધો ઈતિહાસ, આ લિસ્ટમાં થયો સામેલ

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સોમવારે લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. લખનઉના કેપ્ટન કેએલ રાહુલે આ મેચમાં જબરદસ્ત ઈનિંગ રમી અને અડધી સદી ફટકારી હતી. રાહુલે આ સાથે એક રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. 

લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે પોતાના ટી20 કરિયરમાં 50 અડધી સદી પૂરી કરી લીધી છે. તેમાં આંતરરાષ્ટ્રીય ટી20 અને લીગમાં ફટકારેલી અડધી સદી સામેલ છે. આમ કરનાર કેએલ રાહુલ 5મો ભારતીય ખેલાડી બન્યો છે. 

સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ કેએલ રાહુલે 50 બોલમાં 68 રન બનાવ્યા હતા. પોતાની ઈનિંગમાં રાહુલે 6 ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. કેએલ રાહુલે પોતાની ટીમ તરફથી સૌથી વધુ રન બનાવ્યા હતા. 

ટી20 ક્રિકેટમાં સૌથી વધુ અડધી સદી (ભારતીય ખેલાડી)
વિરાટ કોહલી- 328 મેચ, 76 અડધી સદી
રોહિત શર્મા- 372 મેચ, 69 અડધી સદી
શિખર ધન- 305 મેચ, 63 અડધી સદી
સુરેશ રૈન- 336 મેચ, 53 અડધી સદી
કેએલ રાહુલ- 175 મેચ, 50 અડધી સદી

આ લિસ્ટમાં રાહુલનો રેકોર્ડ જુઓ તો તેના નામે સૌથી ઓછી મેચમાં અડધી સદીનો રેકોર્ડ થઈ ગયો છે. એટલે કે તેની પાસે આવનારા સમયમાં તમામ ખેલાડીઓને પાછળ છોડવાની તક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news