ઈન્ડિયા-એનો મયંક ઈંગ્લેન્ડમાં મચાવી રહ્યો છે ધૂમ, 4 ઈનિંગમાં ફટકારી ત્રણ સદી

ઈંગ્લેન્ડના પ્રવાસમાં મયંક અગ્રવાલ ઈન્ડિયા એ તરફથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. 

 ઈન્ડિયા-એનો મયંક ઈંગ્લેન્ડમાં મચાવી રહ્યો છે ધૂમ, 4 ઈનિંગમાં ફટકારી ત્રણ સદી

નવી દિલ્હીઃ કર્ણાટકનો ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલ આ વખતે ભલે આઈપીએલમાં ફ્લોપ  રહ્યો, પરંતુ આ દિવસોમાં ઇંગ્લિશ પિચ પર રનનો વરસાદ કરી રહ્યો છે. ઈન્ડિયા-એના ઈંગ્લેન્ડ  પ્રવાસમાં 27 વર્ષીય મયંકે ચાર ઈનિંગમાં ત્રણ સદી ફટકારી દીધી છે. 

મયંકે 50 ઓવરની ચાર મેચોમાં ત્રણમાં સદી ફટકારી છે. પહેલા તો તેણે 19 જૂને લીસેસ્ટરમાં ટૂર મેચ  દરમિયાન લીસેસ્ટરશાયર વિરુદ્ઘ 106 બોલમાં 151 રન ફટકારી દીધા, ત્યારબાદ ત્રિકોણીય શ્રેણીમાં  વધુ બે સદી ફટકારી. 

22 જૂને ઈંગ્લેન્ડ લોયન્સ વિરુદ્ધ મયંક માત્ર 23 રનમાં આઉટ થઈ ગયો, પરંતુ આગામી બે મેચમાં બે  સદી ફટકારી. 25 જૂને વેસ્ટઇન્ડિઝ-એ વિરુદ્ધ મયંકે 112 (102 બોલમાં) રન કર્યા અને ઈન્ડિયા-એને  સાત વિકેટે વિજય અપાવ્યો. ત્યારબાદ 26 જૂને મયંકે ફરી 112 (104 બોલમાં) રન બનાવ્યા. 

ઈન્ડિયા-એઃ ઈંગ્લેન્ડમાં મયંક અગ્રવાલની છેલ્લા 4 ઈનિંગ
151 (106 બોલ) વિરુદ્ધ લીસેસ્ટરશાયર - 19 જૂન
23 (24 બોલ) વિરુદ્ધ ઈંગ્લેન્ડ લોયન્સ- 22 જૂન
112 (102 બોલ) વિરુદ્ધ વેસ્ટઇન્ડિઝ એ- 25 જૂન
112 (104 બોલ) વિરુદ્ધ ઈંગ્લેન્ડ લોયન્સ - 26 જૂન

મયંક અગ્રવાલે 2017-2018 રણજી સીઝનમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે 105.45ની એવરેજથી  સર્વાધિક 1160 રન બનાવ્યા હતા. જેમાં પાંચ સદી સામેલ હતી. તેનો ઉચ્ચ સ્કોર 304 રન રહ્યો.  પરંતુ આઈપીએલમાં તે ફ્લોપ રહ્યો હતો. પંજાબ તરફથી રમતા મયંકે 12ની એવરેજથી 120 રન  બનાવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news