કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની પીસીમાં હોબાળો કરનાર 8 આગેવાનો સસ્પેન્ડ

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર પ્રમુખ તરીકે શશીકાંત પટેલની નિમણૂક થતા તેમની સામે વિરોધ કરવામાં આવ્યો હતો. 

 

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની પીસીમાં હોબાળો કરનાર 8 આગેવાનો સસ્પેન્ડ

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર અમિત ચાવડાની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન થયેલા હોબાળા મામલે કડક પગલાં ભરવામાં આવ્યા છે.  અમદાવાદ કોંગ્રેસના અગ્રણી નીરવ બક્ષીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. નીરવ બક્ષી સહિત આઠ આગેવાનોને પાર્ટીમાંથી પાણીચું આપી દેવામાં આવ્યું છે. નીરવ બક્ષીની સાથે રાજુ ઘોડીયા, ફાલ્ગુન મિસ્ત્રી, રાકેશ પરમાર, શિવમ ભટ્ટ, ચિરાગ કલાલ અને પવન કાપડિયાને પણ સસ્પેન્ડ કરી દેવાયા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કડક પગલાં ભરીને આ તમામને સસ્પેન્ડ કરી દીધા છે. કોંગ્રેસે ગેરશિસ્ત સામે કોરડો વિંઝ્યો છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news