22 વર્ષનો 'સેહવાગ' ટીમ ઈન્ડિયામાંથી અચાનક થયો ગાયબ, માઈકલ ક્લાર્કે કહ્યું- ટીમમાં આપો તક
માઈકલ ક્લાર્કે પણ ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટ પર સવાલ ઉઠાવ્યા છે. માઈકલ ક્લાર્કે કહ્યું કે સેહવાગ એક પ્રતિભાશાળી ક્રિકેટર હતો જેણે ક્રિકેટની રમતને રોમાંચક બનાવી હતી. મારા જેવા વ્યક્તિ સેહવાગને ખૂબ પસંદ કરે છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે યુવા ક્રિકેટર પૃથ્વી શોની તુલના ભારતના દિગ્ગજ ઓપનર વીરેન્દ્ર સેહવાગ સાથે કરી છે. પૃથ્વી શૉને પણ વિરેન્દ્ર સેહવાગની જેમ વિસ્ફોટક શૈલીમાં રમવાનું પસંદ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પૃથ્વી શૉને ભારતીય ટીમમાં સ્થાન નથી મળી રહ્યું. હવે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે 22 વર્ષીય પૃથ્વી શૉનું સમર્થન કર્યું છે. ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન પૃથ્વી શૉના કરિયર પર માઈકલ ક્લાર્કે મોટું નિવેદન આપ્યું છે. માઈકલ ક્લાર્કે પણ ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટ પર સવાલ ઉઠાવ્યા છે.
22 વર્ષીય 'સેહવાગ' અચાનક ટીમ ઈન્ડિયામાંથી ગાયબ
માઈકલ ક્લાર્કે 'સોની ટેન' સાથે વાત કરતા કહ્યું કે પૃથ્વી શો સેહવાગ જેવો મહાન ખેલાડી છે. સેહવાગ એક પ્રતિભાશાળી ક્રિકેટર હતો જેણે ક્રિકેટની રમતને રોમાંચક બનાવી હતી. મારા જેવા વ્યક્તિ સેહવાગને ખૂબ પસંદ કરે છે. સેહવાગ ટોચના ક્રમમાં આક્રમક બેટ્સમેન હતો, તેથી સેહવાગ મારા પ્રિય ખેલાડીઓમાંનો એક રહ્યો છે. હું ઇચ્છું છું કે ભારત પૃથ્વી શૉ પર વિશ્વાસ કરે અને તેને વધુ તક આપે કારણ કે તે હજી યુવાન છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં નિષ્ફળ
ભારતે વર્ષ 2020-21 માં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો. પૃથ્વી શૉ આ પ્રવાસમાં ભારતીય ટીમનો ભાગ હતો, પરંતુ શૉએ એડિલેડમાં રમાયેલી ચાર મેચોની ટેસ્ટ સીરીઝની પહેલી જ મેચમાં યજમાન ટીમ સામે નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. આ ડે-નાઈટ મેચમાં પૃથ્વી શૉએ બંને દાવમાં 0 અને 2 રન બનાવ્યા હતા, ત્યાર બાદ તેને સીરીઝની અન્ય મેચોમાં તક મળી ન હતી.
પાછા ફરવા માટે તૈયાર
ત્યારથી શૉ સ્થાનિક ક્રિકેટમાં સારો દેખાવ કરી રહ્યો છે, પરંતુ તે ભારતીય ટીમમાં વાપસી કરી શક્યો નથી. IPL 2022 માટે, દિલ્હી કેપિટલ્સે પૃથ્વી શૉ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેને 8 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે