VIDEO : રિલીઝ થતા જ છવાઈ ગયું 'જબરિયા જોડી'નું નવું ગીત 'જિલા હિલેલા', જબરદસ્ત ભોજપુરી ફ્લેવર

Zee Music Company દ્વારા રિલીઝ કરાયેલા આ વીડિયોને માત્ર 24 કલાકની અંદર 5,743,623 કરતા વધારે જોવામાં આવ્યો છે.

VIDEO : રિલીઝ થતા જ છવાઈ ગયું 'જબરિયા જોડી'નું નવું ગીત 'જિલા હિલેલા', જબરદસ્ત ભોજપુરી ફ્લેવર

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને એક્ટ્રેસ પરિણીતી ચોપડાની આગામી ફિલ્મ જબરિયા જોડીનું નવું ગીત 'જિલા હિલેલા' સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી રહ્યું છે. આ ગીતને રાજા હસન, દેવ નેગી, પ્રવેશ મલિક અને મોનાલી ઠાકુરે મળીને ગાયું છે. Zee Music Company દ્વારા રિલીઝ કરાયેલા આ વીડિયોને માત્ર 24 કલાકની અંદર 5,743,623 કરતા વધારે જોવામાં આવ્યો છે. આ ગીતમાં સિદ્ધાર્થ અને એલી અવરામ ડાન્સ કરતા જોવા મળ્યા છે. 

હાલમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતિ ચોપરાની ફિલ્મ જબરિયા જોડીનું પહેલું ગીત ખડકે ગ્લાસી રિલીઝ થયું છે. આ ગીત પણ લોકોને બહુ પસંદ પડ્યું છે. ખડકે ગ્લાસી સોંગ અશોક મસ્તી અને જ્યોતિકાએ ગાયું છે. સોંગને તનિષ્ક બાગચીએ કંપોઝ કર્યું છે. તેની કોરિયોગ્રાફી બોસ્કો માર્ટિસે કરી છે. ખડકે ગ્લાસી અત્યારથી જ લોકપ્રિય બની રહ્યું છે. આ સોંગ ઓરિજીનલી યો યો હની સિંહે ગાયું હતું.

ફિલ્મમાં અપારશક્તિ ખુરાના, સંજય મિશ્રા, નીરજ સૂદ, ગોપાલ દત્ત, જાવેદ જાફરી અને ચંદન રોય સન્યાલ પણ છે. ફિલ્મને શોભા કપૂર, એકતા કપૂર અને શૈલેશ આર. સિંહે પ્રોડ્યુસ કરી છે. જબરિયા જોડી બાલાજી ટેલિફિલ્મ્સની ફિલ્મ છે. ફિલ્મ બીજી ઓગસ્ટે રિલીઝ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news