મિસ્બાહ ઉલ-હક બની શકે છે પાક ટીમનો કોચ, માઇક હેસન પણ દોડમાં સામેલ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આર્થરની સાથે-સાથે કોચિંગ સ્ટાફના કોઈપણ વ્યક્તિનો કરાર આગળ ન વધારવાનો નિર્ણય લીધો હતો. 

મિસ્બાહ ઉલ-હક બની શકે છે પાક ટીમનો કોચ, માઇક હેસન પણ દોડમાં સામેલ

લાહોરઃ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મિસ્બાહ ઉલ-હક ટીમનો મુખ્ય કોચ બની શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ હાલમાં મુખ્ય કોચ મિકી આર્થરનો કરાર આગળ ન વધારવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાન અખબાર 'ધ ન્યૂઝે' જ્યાં 45 વર્ષીય મિસ્બાહને મુખ્ય કોચના રૂપમાં રજૂ કર્યાં છે તો એક અન્ય મુખ્ય સમાચાર પત્ર 'ધ નેશન'માં પ્રકાશિત સમાચાર પ્રમાણે ન્યૂઝીલેન્ડના પૂર્વ કોચ માઇક હેસન પણ આ રેસમાં સામેલ છે. 

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં સમાપ્ત થયેલા વિશ્વ કપમાં પાકિસ્તાનની ટીમ પ્રથમ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી, ત્યાર બાદ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે મુખ્ય કોચ સહિત કોચિંગ સ્ટાફને બહાર કરવામાં આવશે.

આર્થરની હકાલપટ્ટી
પીસીબીએ આર્થરની સાથે-સાથે કોચિંગ સ્ટાફના કોઈપણ વ્યક્તિનો કરાર આગળ ન વધારવાનો નિર્ણય લીધો છે. કોચિંગ સ્ટાફમાં બોલિંગ કોચ અઝહર મહમૂદ, બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવર અને ટ્રેનર ગ્રાન્ટ લૂડેન સામેલ છે. 

પાકિસ્તાનનો કેપ્ટન રહ્યો છે મિસ્બાહ
મિસ્બાહે 75 ટેસ્ટ અને 162 વનડે મેચોમાં પાકિસ્તાનનું સુકાન સંભાળ્યું છે. તેણે 2010મા થયેલા સ્પોટ ફિક્સિંગ બાદ ટીમને આગળ વધારી અને સફળતા અપાવી હતી.

હેસનનું રાજીનામું
બીજી તરફ હેસને ગુરૂવારે ટ્વીટર પર ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબના મુખ્ય કોચ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. 

કોચ પણ રહી ચુક્યા છે
તેઓ માત્ર એક સિઝન પંજાબના કોચ રહ્યાં અને રાજીનામું આપવાને કારણે તેમનું નામ પણ આ રેસમાં સામેલ થઈ ગયું છે. હેસન ન્યૂઝીલેન્ડની ટીમનો કોચ પણ રહી ચુક્યો છે. 

હેસનનું નામ પણ સામેલ
સમાચાર પત્ર લખે છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પણ ટીમના મુખ્ય કોચના પદ માટે અરજી મંગાવી છે અને ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવેલા અંતિમ ત્રણ ઉમેદવારોમાં કથિત રીતે હેસનનું નામ પણ સામેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news