ઇમરાન ખાનને મોહમ્મદ કેફે આપ્યો જવાબ, કહ્યું- મહાન ક્રિકેટરથી કઠપુતળી બની ગયા

પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કેફે ઇમરાન ખાનના યૂએનમાં આપેલા ભાષણની ખુબ આલોચના કરી છે. કેફે ઇમરાન ખાનનો ઉલ્લેખ કરતા લખ્યું કે, તે એક મહાન ક્રિકેટરથી પાક સેના અને આતંકવાદીઓની કઠપુતળી બની ગયો છે. 

ઇમરાન ખાનને મોહમ્મદ કેફે આપ્યો જવાબ, કહ્યું- મહાન ક્રિકેટરથી કઠપુતળી બની ગયા

નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કેફે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને તેની ભાષામાં જવાબ આપ્યો છે. કેફે ઇમરાન ખાન દ્વારા સૂએનમાં આપવામાં આવેલા ભાષણની ટીકા કરતા પાકિસ્તાનને આતંકીઓનું સુરક્ષિત આશ્રયસ્થાન ગણાવ્યું છે. આ ભારતીય ક્રિકેટરે ઇમરાન ખાનની આ સ્પીચ સંબંધિત એક આર્ટિકલને પોતાના ટ્વીટર પર પોસ્ટ કરતા ઇમરાન ખાનને સંભળાવી દીધું છે. સાથે તેણે કહ્યું કે, તે એક મહાન ક્રિકેટર હતા અને હવે પાકિસ્તાની સેના અને આતંકવાદીઓની કઠપુતળી બનીને રહી ગયા છે. 

કેફે આ સાથે ઇમરાન ખાનને લઈને કહ્યું કે, 'અને તે (ઇમરાન) એક મહાન ક્રિકેટથી પડતા-પડતા પાકિસ્તાની સેના અને આતંકીઓની કઠપુતળી બની ગયો છે.'

સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભા (UNGA)ના 74મા સત્રમાં ઇમરાન ખાન દ્વારા આપવામાં આવેલા ભાષણની વિશ્વમાં આલોચના થઈ રહી છે. પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ઇમરાનના આ ભાષણને 'બકવાસ' ગણાવ્યો હતો. ગાંગુલીએ લખ્યું હતું, 'આ તે ક્રિકેટર નથી, જેને દુનિયા જાણતી હતી.'

ગાંગુલી પહેલા પૂર્વ વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે ઇમરાન ખાનના ભાષણની ક્લિપ શેર કરતા તેને આડે હાથ લીધો હતો. ઇમરાન ખાનની આ સ્પીચની આલોચના મોહમ્મદ શમી, હરભજન સિંહ અને ઇરફાન પઠાણે પણ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news