ગાત્રો થીજવી દે તેવા ઝીરો ડિગ્રી તાપમાનમાં સેનાના જવાનોએ બોલાવી ગરબાની રમઝટ, જુઓ VIDEO

કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે પોતાના ટ્વીટર એકાઉન્ટથી ભારતીય સેનાના જવાનોના ડાન્સનો એક વીડિયો શેર કર્યો.

ગાત્રો થીજવી દે તેવા ઝીરો ડિગ્રી તાપમાનમાં સેનાના જવાનોએ બોલાવી ગરબાની રમઝટ, જુઓ VIDEO

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે પોતાના ટ્વીટર એકાઉન્ટથી ભારતીય સેનાના જવાનોના ડાન્સનો એક વીડિયો શેર કર્યો. આ વીડિયો મહાનવમી અને દશેરાને સમર્પિત કર્યો છે. આ વીડિયોમાં ભારતીય સેનાના જવાનો બરફવર્ષામાં પણ ગરબા કરી રહ્યાં છે. તેમનો જુસ્સો જોવા જેવો છે. 

— Dr Jitendra Singh (@DrJitendraSingh) October 7, 2019

ડો.જિતેન્દ્ર સિંહે લખ્યું છે કે ભારતીય સેનાના જવાનો પર ગર્વ છે જે ઝીરો ડિગ્રી તાપમાનમાં પણ ગરબા કરીને નવરાત્રિ ઉજવી રહ્યાં છે. આ ભાવના જ ભારતને અજેય બનાવે છે. કઈંક વાત છે કે અસ્તિત્વ ભૂસાતું નથી અમારું...

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે દીવાળી અગાઉ જ દેશના પહાડી વિસ્તારોમાં તાજી બરફવર્ષા જોવા મળી રહી છે. હિમાચલ પ્રદેશના લાહોલ-સ્પીતિ અને કુલ્લુમાં સોમવારે ખુબ બરફવર્ષા થઈ. બરફવર્ષાના કારણે રાની નલ્લાહ અને રોહતાંગ પાસે મનાલી-લેહ હાઈવે પર ટ્રાફિક પ્રભાવિત થયો છે. કેલોંગ અને મનાલી રૂટ ઉપર પણ તમામ બસો રોકી દેવાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news