મહેંદ્ર સિંહ ધોનીએ ખોલ્યું રહસ્ય, જણાવ્યું- વિરાટ કોહલી માટે છોડી હતી કેપ્ટનશિપ
રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર કેંદ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ દ્વારા આયોજિત એક મોટિવેશનલ કાર્યક્રમ દરમિયાન મહેંદ્ર સિંહ ધોનીએ જણાવ્યું હતું કે આખતે તેમણે કેપ્ટનશિપ કેમ અને કોના માટે છોડી હતી.
Trending Photos
નવી દિલ્હી: ટીમ ઇન્ડીયાના પૂર્વ કેપ્ટન મહેંદ્ર સિંહ ધોનીએ 2017ની શરૂઆતમાં જ કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું હતું. 2014માં ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ વન-ડે અને ટીમની કમાન સંભાળી રહ્યા હતા. પરંતુ 2017 માં અચાનક તેમણે આ જવાબદારીને પણ છોડી દીધી. જ્યારે મહેંદ્ર સિંહ ધોનીએ કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય સંભળાવ્યો તો દરેકના મનમાં એ જ પ્રશ્ન હતો કે આખરે તે કેમ આમ કરી રહ્યા છે. શું કોઇ દબાણ છે, જેથી ધોનીને કેપ્ટનશિપ છોડવા પર મજબૂર કરવામાં આવ્યા છે. જોકે તે સમયે ધોનીએ આ પ્રશ્નો પર એમ કહીને મૌન સાધી લીધું હતું કે આ તેમનો અંગત નિર્ણય છે, પરંતુ હવે લગભગ બે વર્ષ બ આદ તેમણે આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે.
રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર કેંદ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ દ્વારા આયોજિત એક મોટિવેશનલ કાર્યક્રમ દરમિયાન મહેંદ્ર સિંહ ધોનીએ જણાવ્યું હતું કે આખતે તેમણે કેપ્ટનશિપ કેમ અને કોના માટે છોડી હતી.
મહેંદ્ર સિંહ ધોનીએ જણાવ્યું કે તેમણે કેપ્ટન વિરાટ કોહલી માટે છોડી હતી. તેમણે કહ્યું કે 'મેં કેપ્ટનશિપ એટલા માટે છોડી હતી કારણ કે આઇસીસી વર્લ્ડ કપ 2019 માટે નવા કેપ્ટનને તૈયાર કરવા માંગતો હતો. તમને જણાવી દઇએ કે આઇસીસી વર્લ્ડ કપ 2019 માટે તૈયાર થનાર આ નવા કેપ્ટન વિરાટ કોહલી હતા.
મહેંદ્ર સિંહ ધોનીએ કહ્યું કે '2019ના વર્લ્ડ કપ માટે નવા કેપ્ટનને તૈયાર કરવા માટે સમયની જરૂર હતી, જેથી તે પોતાની ટીમ તૈયાર કરી શકે અને એટલા માટે મેં કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કર્યો. 'ધોનીએ આ દરમિયાન એ પણ કહ્યું કે તે સમયે કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય યોગ્ય હતો અને યોગ્ય સમયે લેવામાં આવ્યો હતો.
ભારતને ત્રણ આઇસીસી ટ્રોફી જીતાડનાર ટીમ ઇન્ડીયાના પૂર્વ કેપ્ટન મહેંદ્ર સિંહ ધોનીએ કહ્યું કે 'કોઇપણ નવા કેપ્ટન માટે સમય આપ્યા વિના એક મજબૂત ટીમ બનાવવી ખૂબ મુશ્કેલ હોય છે. એવામાં મારો તે સમયે કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય યોગ્ય હતો.'
તમને જણાવી દઇએ કે ઝારખંડના રાંચીમાં જન્મેલા ધોનીની કેપ્ટનશિપમાં ભારતે 1983ના 28 વર્ષ બાદ 2011માં આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો. ધોનીની કેપ્ટનશિપમાં જ ભારતે 2007 આઇસીસી વર્લ્ડ 20-20, 2007-08 કોમનવેલ્થ બેંક સીરીઝ, 2007-2008માં સીબી સીરીઝ અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જેવા મહત્વપૂર્ણ મુકાબલા જીત્યા હતા.
સંન્યાસની અટકળો પર આપ્યો જવાબ
મહેંદ્ર સિંહ ધોનીએ એક મોટિવેશન કાર્યક્રમને લઇને સીઆઇએસએફ સેંટર પહોંચ્યો, જ્યાં તેમણે પોતાના સંન્યાસના સમાચારોને લઇને નિવેદન આપ્યું. તેમણે સંન્યાસની અટકળોને નકારી કાઢતાં કહ્યું કે 'કેરિયરમાં એવો સમય આવે છે, જ્યાં ઉતાર અને ચઢાવ આવતા રહે છે, પરંતુ પ્રયત્ન હંમેશા ફોર્મમાં વાપસી કરવાથી થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે