IPLનો વ્યસ્ત કાર્યક્રમ, એરપોર્ટ પર સુઈ ગયો ધોની

ધોનીએ કેપ્શનમાં લખ્યું, 'આઈપીએલ ટાઇમિંગની આદત પડ્યા બાદ આમ થાય છે જ્યારે ફ્લાઇટ સવારની હોય.' મહત્વનું છે કે, મેચના સમયને લઈને આ વખતના આઈપીએલ ટૂર્નામેન્ટની આલોચના કરવામાં આવી રહી છે. ઘણા ક્રિકેટરોએ આ વિશે વિરોધ વ્યક્ત કર્યો છે. 
 
IPLનો વ્યસ્ત કાર્યક્રમ, એરપોર્ટ પર સુઈ ગયો ધોની

ચેન્નઈઃ ભારતના વિકેટકીપર અને ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હંમેશા ઇંસ્ટાગ્રામ પર મજેદાર ફોટો અને વીડિયો શેર કરતો રહે છે. બુધવારે તેણે ઇંસ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી અને સાથે કેપ્શન આપ્યું જેમાં મેચના સમયને લઈને ચિંતા વ્યક્ત થઈ રહી છે. આ તસ્વીરમાં ધોની ચેન્નઈ એરપોર્ટ પર લોબીમાં સુતો દેખાયો હતો. 

ધોનીએ કેપ્શનમાં લખ્યું, 'આઈપીએલ ટાઇમિંગની આદત પડ્યા બાદ આમ થાય છે જ્યારે ફ્લાઇટ સવારની હોય.' મહત્વનું છે કે, મેચના સમયને લઈને આ વખતના આઈપીએલ ટૂર્નામેન્ટની આલોચના કરવામાં આવી રહી છે. ઘણા ક્રિકેટરોએ આ વિશે વિરોધ વ્યક્ત કર્યો છે. 

સ્લો ઓવર રેટને કારણે પણ ટૂર્નામેન્ટમાં ફેર પડી રહ્યો છે. રહાણે અને રોહિત શર્મા પર સ્લો ઓવર રેટને કારણે દંડ પણ લાગી ચુક્યો છે. મેચના સમયગાળાને લઈને મોહમ્મદ કેફે પણ અવાજ ઉઠાવ્યો હતો. દિલ્હી કેપિટલ્સ અને હૈદરાબાદ વચ્ચે મેચ પહેલા કેફે કહ્યું, તમામ મેચ રાત્રે 12 કલાકે પૂરા થાય છે અમ્પાયરે નક્કી કરવું જોઈએ કે મેચ સમય પર સમાપ્ત થાય. 

A post shared by M S Dhoni (@mahi7781) on

આઈપીએલનું શેડ્યૂલ પણ તે પ્રકારે બનાવવામાં આવ્યું છે કે ઘણી ટીમોને ત્રણ દિવસની અંદર બે મેચ રમવી પડે છે. આ દિવસોમાં તેણે ટ્રાવેલિંગ પણ કરવું પડે છે. મંગળવારે ચેન્નઈએ કોલકત્તાને સાત વિકેટે પરાજય આપ્યો હતો. ચેન્નઈનો આગામી મેચ 11 એપ્રિલે એટલે કે ગુરૂવારે રાજસ્થાન રોયલ્સ સામે છે. આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news