NZ vs AUS T20 Series : ઓસ્ટ્રેલિયા સામે ટી20 સિરીઝમાં કાઇલ જેમીસન પર રહેશે નજર, આઈસીસીએ શેર કરી પ્રેક્ટિસની તસવીર

NZ vs AUS T20 Series : ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી 5 મેચોની ટી20 સિરીઝમાં બધાની નજર પેસર કાઇલ જેમીસન પર રહેશે, જેને હાલમાં આઈપીએલ હરાજીમાં આરસીબીએ 15 કરોડ રૂપિયા આપીને પોતાની સાથે જોડ્યો છે. 

NZ vs AUS T20 Series : ઓસ્ટ્રેલિયા સામે ટી20 સિરીઝમાં કાઇલ જેમીસન પર રહેશે નજર, આઈસીસીએ શેર કરી પ્રેક્ટિસની તસવીર

ક્રાઇસ્ટચર્ચઃ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા  (New Zealand vs Australia T20 Series) વચ્ચે 5 મેચોની ટી20 સિરીઝની શરૂઆત 22 ફેબ્રુઆરીથી થશે. આ મુકાબલો ક્રાઇસ્ટચર્ચમાં રમાશે. સિરીઝને લઈને બંને ટીમો આ સમયે ખુબ નેટ પ્રેક્ટિસ કરી રહી છે. 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ રવિવારે ન્યૂઝીલેન્ડના ખેલાડીની કેટલીક તસવીર પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર અપલોડ કરી જેમાં જે બેટિંગ અને બોલિંગના અભ્યાસ કરતા જોવા મળી રહ્યાં છે. એક તરફ જ્યાં કેપ્ટન કેન વિલિયમસન પોતાની બેટિંગને ધાર આપતો જોવા મળી રહ્યો છે તો બીજીતરફ ઓલરાઉન્ડર જેમ્સ નીશમ બોલિંગ નેટ્સમાં જોવા મળી રહ્યો છે. 

— ICC (@ICC) February 21, 2021

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC) એ હાલમાં ટીમની ટી20 જર્સી પણ લોન્ચ કરી હતી. કીવી ખેલાડી પ્રથમવાર આ જર્સીની સાથે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 સિરીઝમાં મેદાનમાં જોવા મળશે. 

યજમાન કીવી ટીમની આગેવાની વિલિયમસન (Kane Williamson) કરશે તો મહેમાન ઓસ્ટ્રેલિયાની આગેવાની આરોન ફિન્ચ  (Aaron Finch) ના હાથમાં હશે. ન્યૂઝીલેન્ડની ટીમમાં ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ, ટિમ સાઉદી અને માર્ટિન ગુપ્ટિલ જેવા ધુરંધર ખેલાડી છે. 

— ICC (@ICC) February 21, 2021

કાઇલ જેમીસન પર રહેશે નજર
બધાની નજર ઓલરાઉન્ડર કાઇલ જેમીસન (Kyle Jamieson) પર રહેશે. જેમીસનને હાલમાં આઈપીએલ 2021 (IPL 2021 Auction) માટે ખેલાડીઓની હરાજીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર  (Royal Challengers Bangalore) 15 કરોડમાં પોતાની સાથે જોડ્યો હતો. જેમીસને અત્યાર સુધી 4 આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news