ENG vs IND: તેંડુલકરે આ ચાર ક્રિકેટરોને આપી શુભેચ્છા, કહ્યું- ભારત માટે રમવુ સૌથી મોટુ સન્માન છે
સચિન તેંડુલકરે વરૂણ ચક્રવર્તી (Varun Chakraborty) ને પણ શુભેચ્છા આપી છે, જે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ ખભાની ઈજાને કારણે સિરીઝમાં રમી શક્યો નહીં.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન સચિન તેંડુલકર (Sachin Tendulkar) એ ભારતીય ટીમમાં પ્રથમવાર પસંદ કરાયેલા ખેલાડીઓને શુભેચ્છા આપી છે. મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન અને રાહુલ તેવતિયાને પ્રથમવાર ટી20 ટીમમાં પસંદ થવા માટે શુભેચ્છા આપી છે. કારણ કે આ ખેલાડીઓને ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચોની ટી20 સિરીઝ માટે સામેલ કરવામાં આવ્યા છે.
સચિન તેંડુલકરે વરૂણ ચક્રવર્તી (Varun Chakraborty) ને પણ શુભેચ્છા આપી છે, જે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ ખભાની ઈજાને કારણે સિરીઝમાં રમી શક્યો નહીં. સચિને ટ્વીટ કરતા લખ્યુ, 'હાર્દિક શુભેચ્છા ઈશાન કિશન, રાહુલ તેવતિયા અને સૂર્યકુમાર યાદવને પ્રથમવાર ભારતીય ટીમમાં પસંદગી થવા માટે અને વરૂણ ચક્રવર્તીને પણ, જે ઓસ્ટ્રેલિયામાં ચુકી ગયો હતો. ભારત માટે રમવુ કોઈપણ ક્રિકેટર માટે સર્વોચ્ચ સન્માન છે. તમને બધાને અઢળક શુભેચ્છાની કામના.'
અખિલ ભારતીય વરિષ્ઠ પસંદગી સમિતિએ શનિવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ આગામી પાંચ મેચોની ટી20 સિરીઝ માટે ટીમની પસંદગી કરી છે. ટી20 સિરીઝ અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન અને રાહુલ તેવતિયા- ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની છેલ્લી સીઝનમાં પોતાના પ્રદર્શનને કારણે ભારતીય ટીમ માટે પસંદ થયા છે.
ઇશાન કિશને 14 મેચોમાં 516 રન બનાવી મુંબઈ માટે ચાર અડધી સદી પટકારી હતી. તો સૂર્યકુમાર યાદવે ચેમ્પિયન ટીમ માટે 16 મેચમાં 480 રન બનાવ્યા હતા, જ્યારે ઓલરાઉન્ડર રાહુલ તેવતિયાએ 255 રન બનાવ્યા અને 14 મેચમાં 10 વિકેટ ઝડપી હતી. આ સિવાય કિશને શનિવારે વિજય હઝારે ટ્રોફીમાં મધ્યપ્રદેશ સામે 173 રનની દમદાર ઈનિંગ રમી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે