AUS OPEN: થીમને હરાવી જોકોવિચે જીત્યું રેકોર્ડ આઠમું ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ

બંન્ને ટેનિસ ખેલાડી અત્યાર સુધી 11 વખત આમને-સામને થયા છે. તેમાંથી 7 વખત જોકોવિચને જીત મળી છે. બંન્ને વચ્ચે રમાયેલી છેલ્લી 5 મેચમાંથી 4 વખત થીમને સફળતા મળી હતી.

AUS OPEN: થીમને હરાવી જોકોવિચે જીત્યું રેકોર્ડ આઠમું ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ

મેલબોર્નઃ સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે રવિવારે વર્ષના પહેલા ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીતી લીધું છે. જોકોવિચે રેકોર્ડ આઠમી વખત ઓસ્ટ્રેલિયન ઓપનની ટ્રોફી પોતાના નામે કરી છે. આ તેનું 17મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ છે. તેણે થીમને પાંચ સેટ સુધી ચાલેલા મુકાબલામાં 6-4, 4-, 2-6, 6-3, 6-4થી હરાવ્યો છે. બંન્ને ખેલાડીઓ વચ્ચે આ મુકાબલો 3 કલાક 59 મિનિટ સુધી ચાલ્યો હતો. 

બંન્ને ટેનિસ ખેલાડી અત્યાર સુધી 11 વખત આમને-સામને થયા છે. તેમાંથી 7 વખત જોકોવિચને જીત મળી છે. બંન્ને વચ્ચે રમાયેલી છેલ્લી 5 મેચમાંથી 4 વખત થીમને સફળતા મળી હતી, પરંતુ આજે જોકોવિચે તેને પરાજય આપ્યો છે. જોકોવિચે પોતાના કરિયરમાં 1 ફ્રેન્ચ ઓપન, 5 વિમ્બલ્ડન અને 3 ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ પણ જીત્યું છે. 

🏆 2008
🏆 2011
🏆 2012
🏆 2013
🏆 2015
🏆 2016
🏆 2019
🏆 2020#AusOpen | #AO2020 | @DjokerNole pic.twitter.com/g0j8o3gZA7

— #AusOpen (@AustralianOpen) February 2, 2020

ઓસ્ટ્રેલિયન ઓપનમાં ક્યારે-ક્યારે ચેમ્પિયન બન્યો જોકોવિચ
સર્બિયાનો ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ આ પહેલા વર્ષ 2008, 2011, 2012, 2013, 2015, 2016 અને 2019માં ઓસ્ટ્રેલિયન ઓપનમાં વિજેતા બન્યો હતો. તે હવે રોજર ફેડરર (20 ગ્રાન્ડસ્લેમ) અને રાફેલ નડાલ (19 ગ્રાન્ડસ્લેમ) બાદ સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ જીતવા મામલે ત્રીજા સ્થાને આવી ગયો છે. જોકોવિચના નામે 17 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ છે. 

— #AusOpen (@AustralianOpen) February 2, 2020

જોકોવિચના નામે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલ ન હારવાનો રેકોર્ડ
વર્લ્ડ નંબર-2 જોકોવિચ આ પહેલા 7 વખત ફાઇનલમાં પહોંચ્યો અને દરેક વખતે જીત મેળવી હતી. આ વખતે પણ તેણે પોતાનો રેકોર્ડ જાળવી રાખતા આઠમી વખત ટૂર્નામેન્ટની ટ્રોફી પોતાના નામે કરી છે. આ સિવાય તેણે 1 ફ્રેન્ચ ઓપન, 5 વિમ્બલ્ડન અને 3 યૂએસ ઓપનના ટાઇટલ જીત્યા છે. સર્બિયાના ખેલાડીએ સિંગલ્સમાં 77 ટાઇટલ પોતાના નામે કર્યા છે. તેણે 2019માં ઓસ્ટ્રેલિયન ઓપન સિવાય વિમ્બલ્ડનનું ટાઇટલ પણ કબજે કર્યું હતું. બીજી સીડ જોકોવિચે 2011, 12 અને 13માં સતત 3 ઓસ્ટ્રેલિયન ઓપનના ટાઇટલ જીત્યા હતા. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news