શ્રીલંકાના પ્રવાસ પર ટીમમાં ન મળ્યું સ્થાન, ઉનડકટે સોશિયલ મીડિયામાંથી લીધો બ્રેક, વાપસીનો કર્યો સંકલ્પ

સૌરાષ્ટ્રના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને પસંદગીકારોએ નજરઅંદાજ કર્યો છે. શ્રીલંકાના પ્રવાસમાં આ ફાસ્ટ બોલરને તક આપવામાં આવી નથી. ઉનડકટે 2019-2020 રણજી ટ્રોફી સીઝનમાં રેકોર્ડ 67 વિકેટ ઝડપી સૌરાષ્ટ્રને ચેમ્પિયન બનાવ્યું હતું. 

શ્રીલંકાના પ્રવાસ પર ટીમમાં ન મળ્યું સ્થાન, ઉનડકટે સોશિયલ મીડિયામાંથી લીધો બ્રેક, વાપસીનો કર્યો સંકલ્પ

નવી દિલ્હીઃ ડાબા હાથના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ ભારતીય ક્રિકેટ ટીમના પસંદગીકારો દ્વારા નજરઅંદાજ કરવાથી નિરાશ નથી. તેનું કહેવું છે કે તે હાર નહીં માને અને તે રમતને રમતો રહેશે જેણે તેને આટલું બધુ આપ્યું છે. 

ઉનડકટની ઈંગ્લેન્ડના પ્રવાસ માટે રિઝર્વ ખેલાડી તરીકે પણ પસંદગી ન કરવામાં આવી. એટલું જ નહીં શ્રીલંકાના પ્રવાસે જનારી સીમિત ઓવરોની ટીમમાં પણ આ સૌરાષ્ટ્રના બોલરને નજરઅંદાજ કરી દેવામાં આવ્યો. 

તેણે 2019-2020 રણજી ટ્રોફી સીઝનમાં રેકોર્ડ 67 વિકેટ ઝડપી સૌરાષ્ટ્રને પ્રથમવાર ચેમ્પિયન બનાવ્યું હતું. આ 29 વર્ષીય બોલરે શ્રીલંકા સામેના પ્રવાસ પર નજરઅંદાજ કરાયા બાદ સોશિયલ મીડિયા પર પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે. 

જયદેવ ઉનડકટે ટ્વિટર પર લખ્યુ- જ્યારે હું બાળક હતો તો આ રમતના દિગ્ગજોને મનોયોગથી રમતા જોઈ પ્રેરિત થયો અને મને મારૂ ઝનૂન મળ્યું. બાદના વર્ષોમાં મેં સ્વયં આ અનુભવ હાસિલ કર્યો. 

— Jaydev Unadkat (@JUnadkat) June 12, 2021

આઈપીએલમાં રાજસ્થાન તરફથી રમનાર ઉનડકટે કહ્યુ કે, 2010માં ભારત તરફથી પર્દાપણ કર્યા બાદ તે એક બોલરના રૂપમાં પરિપક્વ થઈ ગયો છે. 

તેણે કહ્યું- તેનાથી પણ આગળ વધી મેં ક્યારેય હાર ન માનવાનો જુસ્સો જોયો અને તેને આત્મસાત કર્યો. જ્યારે હું યુવા હતો તો કેટલાક લોકોએ ભૂલ કરના, એક નાના શહેરથી આવીને મોટા સપના જોનાર યુવક ગણાવી દીધો હતો. 

ઉનડકટે કહ્યુ- ધીમે ધીમે તેની ધારણા બદલી ગઈ. આ કારણે હું બદલાય ગયો. હું પરિપક્વ થઈ ગયો. ઉતાર, ચઢાવ, વધુ ખુશી, વધુ નિરાશા. ખ્યાલ નથી હું આ રમત વગર શું હોત. આ રમતે મને ઘણું આપ્યું છે અને એક ક્ષણ માટે મને તેના પર પસ્તાવો નથી કે મારી પસંદગી કેમ ન થઈ, મારો સમય ક્યારે આવશે કે મેં શું ખોટુ કર્યુ. મને પૂર્વમાં તક મળી અને મને હજુ પણ તક મળશે. જ્યારે મને આ તક મળવાની હશે તો મને મળશે. ત્યાં સુધી સોશિયલ મીડિયા ડિટોક્સ મોડ ચાલૂ છે. 

ઉનડકટે ભારત તરફથી એક ટેસ્ટ, સાત વનડે અને 10 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે રાષ્ટ્રીય ટીમ તરફથી પોતાની છેલ્લી મેચ 2018માં રમી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news