સ્પોટ ફિક્સિંગની વાતનો સ્વીકાર કર્યા બાદ કનેરિયા વિરુદ્ધ ફરી શરૂ થઈ શકે છે તપાસ

કનેરિયાએ આજીવન પ્રતિબંધ વિરુદ્ધ ઘણીવાર અપીલ કરી અને તેમાં હારી ગયો હતો. હવે તેણે આ મામલા માટે ઈસીબીને 100,000 પાઉન્ડની ચુકવણી કરવાની છે. 
 

સ્પોટ ફિક્સિંગની વાતનો સ્વીકાર કર્યા બાદ કનેરિયા વિરુદ્ધ ફરી શરૂ થઈ શકે છે તપાસ

કરાચીઃ છ વર્ષ સ્પોટ ફિક્સિંગથી ઈન્કાર કર્યા બાદ તેમાં સામેલ હોવાની વાતનો સ્વીકાર કરનાર પ્રતિબંધિત દાનિશ કનેરિયા વિદુદ્ધ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ફરી નવી તપાસ શરૂ કરી શકે છે. 

કનેરિયાને 2012માં ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આજીવન પ્રતિબંધિત કરી દીધો હતો. પીસીબીએ 2012માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના ભ્રષ્ટાચાર વિરોધી પ્રોટોકોલનું અનુકરણ કરતા કનેરિયા પર આજીવન પ્રતિબંધ લગાવ્યો હતો. કનેરિયા ઈંગ્લિશ કાઉન્ટી મેચોમાં સ્પોટ ફિક્સિંગ અને અન્ય ખેલાડીઓને સ્પોટ ફિક્સ કરવામાં દોષી સાબિત થયો હતો. 

કનેરિયાએ આજીવન પ્રતિબંધ વિરુદ્ધ ઘણીવાર અપીલ કરી અને તેમાં હારી ગયો હતો. હવે તેણે આ મામલા માટે ઈસીબીને 100,000 પાઉન્ડની ચુકવણી કરવાની છે. 

પીસીવીના વિશ્વસનીય સૂત્રએ કહ્યું, કનેરિયાની સ્પોટ ફિક્સિંગની વાતને સ્વીકારવી ગંભીર મામલો છે ને આ સપ્તાહે બોર્ડના ચેરમેન અહસાન મની પોતાની કાયદાકીય ટીમ તથા બોર્ડના ભ્રષ્ટાચાર નિવારણ અને સતર્કતા અધિકારીઓ સાથે ચર્ચા કરશે કે કનેરિયા વિરુદ્ધ તપાસ ફરી શરૂ કરવી જોઈએ કે નહીં હવે તેણે ભ્રષ્ટાચારમાં સામેલ હોવાની વાતનો સ્વીકાર કરી લીધો છે.  

પુરાવાના અભાવે છુટી ગયો હતો દાનિશ
દાનિશે જણાવ્યું કે, "મેં મારી જાતને મજબુત બનાવવાનો નિર્ણય લીધો છે. કેમ કે તમે એક જૂઠ સાથે વધુ જીવન જીવી શકો નહીં." સ્પોટ ફિક્સિંગના કેસમાં દાનિશની 2010માં વેસ્ટફીલ્ડ સાથે ધરપકડ કરાઈ હતી, પરંતુ પુરાવાના અભાવે બંનેને છોડી દેવાયા હતા. તેના પર ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા આજીવન પ્રતિબંધ લગાવાયો હતો.

દર એક રન માટે મળ્યા હતા 48 હજાર
વેસ્ટફીલ્ડે 2009માં ડરહમમાં 40 ઓવરની એક કાઉન્ટી મેચ દરમિયાન પોતાની પ્રથમ ઓવરમાં 12 રન આપવાના બદલે કથિત સટોડિયા અનુ ભટ્ટ પાસેથી 7862 ડોલર લીધા હતા, જેની આજની ભારતીય રૂપિયામાં મુલ્ય લગભગ રૂ.5.2 લાખ થાય છે. કનેરિયાની મધ્યસ્થતા સાથે આ સોદો થયો હતો, જેણે ભટ્ટની વેસ્ટફીલ્ડ સાથે મુલાકાત કરાવી હતી. 

ક્રિકેટમાં સ્પોટ ફિક્સિંગ નવું નથી
ક્રિકેટમાં સ્પોટ ફિક્સિંગ નવું નથી. ભૂતકાળમાં પણ અનેક ક્રિકેટરો આ કૌભાંડ હેઠળ પકડાઈ ચુક્યા છે અને સજા પણ કાપી ચૂક્યા છે. ક્રિકેટ પર વિશ્વમાં સૌથી મોટો સટ્ટો રમાય છે અને અનેક ક્રિકેટરો પર તેમાં સામેલ હોવાના આરોપો લાગી ચૂક્યા છે. તાજેતરમાં જ પાકિસ્તાનના સલમાન બટે પણ સ્પોટ ફિક્સિંગમાં સામેલ હોવાનો અપરાધ કબુલ્યો હતો. 

આ વર્ષે 5 કેપ્ટનનો સંપર્ક કરાયો
થોડા સમય પહેલાં જ સ્પોટ ફિક્સિંગ પર નજર રાખતી આઈસીસીની એન્ટી કરપ્શન યુનિટના પ્રમુખ એલેક્સ માર્શલે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે 5 આંતરરાષ્ટ્રીય ટીમના કેપ્ટનનો સ્પોટ ફિક્સિંગ માટે સંપર્ક કરાઈ ચૂક્યો છે. જેમાંથી પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહેમદ અને ઝિમ્બાબ્વેના ગ્રીમ કીમરે તો ફિક્સિંગની ઓફર અંગે જાહેરમાં જણાવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news