કેપ્ટન કોહલીએ તોડ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ, પૂરી કરી સૌથી ઝડપી 60 આંતરરાષ્ટ્રીય સદી

વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરતા 21 ફોર અને બે સિક્સની મદદથી 107 બોલમાં 140 રન બનાવ્યા હતા. 
 

  કેપ્ટન કોહલીએ તોડ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ, પૂરી કરી સૌથી ઝડપી 60 આંતરરાષ્ટ્રીય સદી

ગુવાહાટીઃ વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડે ક્રિકેટમાં પાંસ સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે ગુવાહાટીમાં સદી ફટકારીને સચિનનો રેકોર્ડ તોડી દીધો છે. આ સાથે કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 60 સદી ફટકારવા મામલે પણ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. કોહલીએ 386 આંતરરાષ્ટ્રીય ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી છે. જ્યારે સચિન તેંડુલકરે 426 ઈનિંગમાં 60 સદી પૂરી કરી હતી. કોહલીની વનડેમાં 36 અને ટેસ્ટમાં 24 સદી થઈ ગઈ છે. 

વિરાટ કોહલી રવિવારે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પોતાના કેરિયરની 28મી વનડે રમવા મેદાને ઉતર્યો હતો. વિન્ડીઝે ભારતને જીતવા માટે 323 રનનો લક્ષ્ય આપ્યો હતો. જેના જવાબમાં ભારતની શરૂઆત ખરાબ રહી. શિખર ધવન ચાર રન બનાવી આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ કોહલીએ આક્રમક સદી ફટકારી હતી. કોહલી આ મેચમાં 140 રન બનાવી આઉટ થયો હતો. 

સચિને બનાવી છે ચાર સદી
વિરાટે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ અત્યાર સુધી 28 મેચોમાં પાંચ સદી અને નવ અડધી સદી ફટકારી છે. ભારત તરફથી તે સિવાય સચિને વિન્ડીઝ વિરુદ્ધ ચાર સદી ફટકારી છે. સચિને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 39 મેચ રમી હતી તેમાં 52.33ની એવરેજથી 1573 રન બનાવ્યા હતા. વિરાટ અને સચિન બાદ રાહુલ દ્રવિડ અને યુવરાજ સિંહનો નંબર આવે છે. આ બંન્નેએ વિન્ડીઝ વિરુદ્ધ ત્રણ-ત્રણ સદી ફટકારી છે. 

વિરાટ કોહલીની 36મી સદી
વિરાટ કોહલીની આ વનડે ક્રિકેટમાં 36મી સદી છે. તેનાથી વધુ સદી માત્ર સચિનના નામે છે. સચિને 463 મેચમાં 49 સદી ફટકારી હતી. જ્યારે વિરાટે પોતાના 212માં મેચમાં 36 સદી ફટકારી દીધી છે. વિરાટે 36માંથી 22 સદી બીજી ઈનિંગમાં બનાવી છે. ભારતે તેમાંથી 20 મેચ જીતી છે. 

કેપ્ટન તરીકે 14મી સદી
વિરાટે અહીં કેપ્ટન તરીકે 54મો વનડે મેચ છે. તેણે આ મેચોમાં 14 સદી ફટકારી છે. તેણે સૌથી વધુ 19 સદી ધોનીની આગેવાનીમાં ફટકારી છે. તે વિરુની આગેવાનીમાં બે અને ગંભીરની આગેવાનીમાં એક સદી ફટકારી ચુક્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news