Paris Olympic 2024: નીરજ ચોપડાએ ગોલ્ડ જીત્યો તો બધાને ફ્રી વિઝા આપશે આ કંપની, CEO એ પ્રોસેસ પણ જણાવી

Paris Olympics 2024: અમેરિકી વિઝા સ્ટાર્ટઅપ કંપની એટલિસના સીઈઓ મોહક નાહટાએ કહ્યું કે જો પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપડા ગોલ્ડ મેડલ જીતે છે તો તે પોતાના બધા યુઝર્સને ફ્રી વિઝા આપશે. 

Paris Olympic 2024: નીરજ ચોપડાએ ગોલ્ડ જીત્યો તો બધાને ફ્રી વિઝા આપશે આ કંપની,  CEO એ પ્રોસેસ પણ જણાવી

Neeraj Chopra gold medals: અમેરિકી સ્ટાર્ટઅપ કંપની એટલિસના ભારતીય મૂળના સીઈઓ મોહન નાહટાએ પેરિસ ઓલિમ્પિકને લઈને એક મોટી જાહેરાત કરી છે. મોહક નાહટાએ નીરજ ચોપડાના પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવા પર પોતાના યુઝર્સને એક દિવસ માટે બધા દેશોમાં ફ્રી વિઝા આપવાની જાહેરાત કરી છે. 

નીરજ 8 ઓગસ્ટે પુરૂષોની ભાલા ફેંક સ્પર્ધામાં ભાગ લેશે. તમને જણાવી દઈએ કે નીરજ ચોપડા ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. પેરિસ ઓલિમ્પિક 2024માં સ્ટાર જેવલિન-થ્રોઅર નીરજ ચોપડા પાસે ભારતીય પ્રશંસકોને ખુબ આશા છે. ભારતીય લોકો આશા કરી રહ્યાં છે કે નીરજ આ ઓલિમ્પિકમાં પણ એક ગોલ્ડ મેડલ પોતાના નામે કરશે. 

બધાને ફ્રી વિઝાઃ મોહક નાહટા
એટલિસના સીઈઓ મોહક નાહટાએ લિંક્ડઇન પર એક પોસ્ટ કરતા કહ્યું- જો નીરજ ચોપડા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતે છે તો હું બધાને ફ્રી વિઝા મોકલીશ.

નાહટાની આ પોસ્ટ બાદ ઈન્ટરનેટ યુઝર્સે આ ઓફર વિસે અને વિઝા મલવાની પ્રોસેસને લઈને સવાલ પૂછ્યા હતા. 

ત્યારબાદ તેમણે લખ્યું- 30 જુલાઈએ મેં બધાને વચન આપ્યું હતું કે જો નીરજ ચોપડા ગોલ્ડ મેડલ જીતશે તો તેને ફ્રી વિજા મળશે. કારણ કે તમારામાંથી ઘણા લોકોએ જાણકારી માંગી છે. તેનો સીધો ફંડા છે- જો નીરજ ચોપડા 8 ઓગસ્ટે ગોલ્ડ મેડલ જીતે છે તો અમે બધા યુઝર્સને એક દિવસ માટે ફ્રી વિઝા આપીશું.

વિઝા માટે કોઈ ફી નહીંઃ નાહટા
તેમણે આગળ કહ્યું- વિઝા માટે કોઈ ખર્ચ થશે નહીં અને બધા દેશ આ ઓફર અંતર્ગત આવે છે. તે તમારે નક્કી કરવાનું છે કે તમે કઈ જગ્યાએ ફરવા જવા ઈચ્છો છો. શું તમે અમારી પાસે કોઈ ફી લેશો? તમારે વિઝા માટે કોઈ ફી લાગશે નહીં. તે સંપૂર્ણ રીતે અમારા પર છે.

તે માટે નાહટાએ બધા યુઝર્સને કોમેન્ટ સેક્શનમાં પોતાના ઈમેલની જાણકારી આપવાની છે, જેથી એલિસ ફ્રી વિઝા ક્રેડિટની સાથે એક એકાઉન્ટ બનાવી શકે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news