વિશ્વકપ 2019: ભારત સામે હાર બાદ પાક ક્રિકેટ ટીમ પર પ્રતિબંધ લગાવવા કોર્ટમાં અરજી દાખલ

માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં 16 જૂને રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને 89 રને હરાવ્યું હતું.

વિશ્વકપ 2019: ભારત સામે હાર બાદ પાક ક્રિકેટ ટીમ પર પ્રતિબંધ લગાવવા કોર્ટમાં અરજી દાખલ

લાહોરઃ ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા વિશ્વ કપમાં ભારત સામે પરાજય બાદ પાકિસ્તાની ખેલાડીઓએ ફેન્સ અને દેશના પૂર્વ ખેલાડીઓની ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. એક ફેને મંગળવારે પંજાબ પ્રાંતની ગુજરાંવાલા સિવિલ કોર્ટમાં અરજી કરી પાકિસ્તાન ક્રિકેટ ટીમને પ્રતિબંધિત કરવાની સાથે પસંદગી સમિતિને સસ્પેન્ડ કરવાની માગ કરી છે. જજે આ મામલામાં જવાબ આપવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના અધિકારીઓને નોટિસ પાઠવી છે. 

અરજી કરનારના નામનો ખુલાસો થયો નથી. પાક મીડિયામાં ચાલી રહેલા અહેવાલો પ્રમાણે, પીસીબીના અધિકારી બુધવારે મહત્વની બેઠક કરી ટીમ મેનેજમેન્ટમાં મોટા ફેરફાર કરી શકે છે. સંભાવના છે કે મુખ્ય કોચ મિકી આર્થરના કોન્ટ્ર્રાક્ટને રિન્યૂ ન કરવાનો નિર્ણય કરીને તેમને બહાર કરવામાં આવી શકે છે. ટીમ મેનેજર તલત અલી અને બોલિંગ કોચ અઝહર મહમૂદ સહિત આખી પસંદગી સમિતિને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. પીસીબીના ડિરેક્ટર જનરલ વસીમ ખાન બેઠક માટે વિદેશ પ્રવાસ વચ્ચે છોડીને સ્વદેશ પરત ફરી રહ્યાં છે. 

ભારતે પાકને 89 રને હરાવ્યું 
માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં 16 જૂને રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને 89 રને હરાવ્યું હતું. હાલમાં પાકિસ્તાન ટીમ પોઈન્ટ ટેબલમાં 3 પોઈન્ટ સાથે નવમાં સ્થાને છે. તે માત્ર અફઘાનિસ્તાનથી આગળ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news