ટીમ ઈન્ડિયાની ભગવા જર્સી પર રાજકારણ, સપા-કોંગ્રેસ નેતાઓએ કર્યો વિરોધ
ક્રિકેટ વિશ્વ કપમાં ટીમ ઈન્ડિયાની ભગવા જર્સી પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રના મુસ્લિમ ધારાસભ્યોએ ટીમ ઈન્ડિયાની ભગવા રંગની જર્સી પર વિરોધ વ્યક્ત કર્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. સામાન્ય રીતે ભારતીય ટીમની જર્સીનો કલર બ્લૂ હોય છે પરંતુ રિપોર્ટ્સ પ્રમાણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી મેચમાં ટીમ ઈન્ડિયા ભગવા જર્સીમાં જોવા મળશે. જેનો ભારતમાં વિરોધ શરૂ થઈ ગયો છે. મહારાષ્ટ્રના મુસ્લિમ ધારાસભ્યોએ ટીમ ઈન્ડિયાની ભગવા કલરની જર્સી પર વિરોધ નોંધાવ્યો છે.
ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચમાં ભગવા જર્સી પહેરશે તેના પર કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ પણ વિરોધ કર્યો છે. કોંગ્રેસ નેતા નસીમ ખાને કહ્યું, મોદી સરકાર જ્યારથી આવી છે ત્યારથી ભગવા રાજનીતિ શરૂ થઈ ગઈ છે. તિરંગાનું સન્માન હોવું જોઈએ પરંતુ આ સરકાર દરેક વસ્તુને ભગવાકરણ તરફ વધારી રહી છે.
મહારાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્ય એમએ ખાને કહ્યું, 'આ સરકાર દરેક વસ્તુને અલગ નજરથી જોવાનો અને દેખાડવાનો પ્રયત્ન છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં થઈ રહ્યો છેઆ સરકાર ભગવાકરણની તરફ આ દેશને લઈ જવાનું કામ કરી રહી છે.'
મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના નેતા અબૂ આસિમ આઝમીએ કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને ભગવા રંગમાં રંગવા ઈચ્છે છે. ઝંડાનો કલર આપનાર મુસ્લિમ હતો. તિરંગામાં બીજા પણ કલર છે, માત્ર ભગવો કેમ? તિરંગાના કલરમાં તેની જર્સી હોત તો સારૂ હોત.
ભાજપનું સમર્થન
પરંતુ બીજીતરફ ભાજપે કહ્યું કે, વિપક્ષ ક્યારેક ભગવા આતંકીનો મુદ્દો ઉઠાવે છે તો ક્યારેક ભગવા કલરનો મુદ્દો ઉઠાવે છે. ભાજપના નેતા રામ કદમે કહ્યું કે, ભગવા રંગને લઈને વિપક્ષને શું વાંધો છે? ક્યારેક ભગવા આતંકીનો મુદ્દો હોય છે તો ક્યારેક ભગવા રંગનો મુદ્દો હોય છે. રમતને તેનાથી દૂર રાખવી જોઈએ. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી. તેથી તે કલરને લઈને રાજનીતિ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે