PM મોદીએ 26 જાન્યુઆરી પર બે વિદેશી ક્રિકેટરોને લખ્યો પત્ર, ગેલના જવાબે જીતી લીધુ દિલ

ગણતંત્ર દિવસના અવસર પર પ્રધાનમંત્રી મોદીએ ઘણા જાણીતા ક્રિકેટરોને પત્ર લખી સંદેશ આપ્યો છે. તે દિગ્ગજ ક્રિકેટરોએ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. 

PM મોદીએ 26 જાન્યુઆરી પર બે વિદેશી ક્રિકેટરોને લખ્યો પત્ર, ગેલના જવાબે જીતી લીધુ દિલ

નવી દિલ્હીઃ ભારત આજે પોતાના 73માં ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યું છે. આ અવસર પર પ્રધાનમંત્રી મોદીએ જાણીતા ક્રિકેટરોને પત્ર લખીને ભારત સાથે તેના ગાઢ સંબંધોની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉથ આફ્રિકાના જોન્ટી રોડ્સ અને વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલને પત્ર લખ્યો છે. તેનો બંને ક્રિકેટરોએ આભાર વ્યક્ત કર્યો છે. 

પીએમ મોદીએ ગેલ અને રોડ્સને લખ્યો પત્ર
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના પત્રમાં લખ્યુ છે, 'હું તમને અમારા ગણતંત્ર દિવસની શુભેચ્છા આપુ છું. તેમણે લખ્યું- આટલા વર્ષોમાં ભારત અને તેની સંસ્કૃતિ સાથે તમારો ગાઢ સંબંધ થઈ ગયો છે. તે સાબિત થઈ ગયુ જ્યારે તમે તમારી પુત્રીનું નામ આ મહાન દેશના નામ પર રાખ્યુ. તમે આપણા દેશો વચ્ચે મજબૂત સંબંધોના વિશેષ દૂત છો.' રોડ્સે આ પત્ર સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમાં આગળ લખ્યું છે- ભારત ઐતિહાસિક સામાજિક આર્થિક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. મને વિશ્વાસ છે કે તેનાથી જીવનનં સશક્તિકરણ થશે અને વૈશ્વિક કોષમાં યોગદાન આપી શકીશું. 

— Jonty Rhodes (@JontyRhodes8) January 26, 2022

રોડ્સે પીએમ મોદીનો માન્યો આભાર
જોન્ટી રોડ્સે ટ્વીટ કર્યુ- તમારા આ શબ્દો માટે ધન્યવાદ નરેન્દ્ર મોદી જી. દર વખતે ભારત આવી હું એક વ્યક્તિના રૂપમાં ખુબ પરિપક્વ થતો ગયો છું. મારો પરિવાર ભારતની સાથે ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. ભારતના લોકોના અધિકારોની રક્ષા કરનાર બંધારણના મહત્વને સન્માન. જય હિંદ.

ગેલે વ્યક્ત કર્યો આભાર
ક્રિસ ગેલે ટ્વીટ કર્યુ, 'હું ભારતને 73માં ગણતંત્ર દિવસની શુભેચ્છા આપુ છું. સવારે ઉઠ્યો તો પ્રધાનમંત્રી મોદીનો વ્યક્તિગત સંદેશ મળ્યો જેમાં તેમના અને ભારતના લોકો સાથે મારા નજીકના વ્ચક્તિગત સંબંધનો ઉલ્લેખ હતો. યૂનિવર્સલ બોસ તરફથી શુભેચ્છા અને પ્રેમ.'

— Chris Gayle (@henrygayle) January 26, 2022

ભારતમાં ફેમસ છે ક્રિસ ગેલ
ક્રિસ ગેલ, ડેવિડ વોર્નર અને એબી ડિવિલિયર્સ જેવા ક્રિકેટરોના ભારતમાં લાખોની સંખ્યામાં ફેન્સ છે. આઈપીએલને કારણે દુનિયાભરના સ્ટાર ક્રિકેટર ભારતમાં આવે છે, જેથી તેને ભારતને નજીકથી જાણવાની તક મળી છે. દક્ષિણ આફ્રિકાનો જોન્ટી રોડ્સ મુંબઈનો ફીલ્ડિંગ કોચ છે અને તે વર્ષોથી ભારતમાં રહે છે. તેણે પોતાની પુત્રીનું નામ પણ ઈન્ડિયા રાખ્યું છે. તો ક્રિસ ગેલ આઈપીએલમાં પોતાની વિસ્ફોટક બેટિંગને કારણે ભારતમાં ખુબ લોકપ્રિય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news