મહિલા હોકી વર્લ્ડ કપઃ આજે 'કરો યા મરો' મેચમાં ભારત ઈટાલી સામે ટકરાશે

ભારતીય ટીમ માટે ઈટાલી વિરુદ્ધ રમાનારી મેચ આસાન નહીં રહે. ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે બંન્ને ટીમો વચ્ચે જોરદાર સંઘર્ષ જોવા મળશે. 

મહિલા હોકી વર્લ્ડ કપઃ આજે 'કરો યા મરો' મેચમાં ભારત ઈટાલી સામે ટકરાશે

લંડનઃ ભારતીય મહિલા હોકી ટીમ મંગળવારે વિશ્વકપના 'ક્રોસ-ઓવર' મેચમાં ઇટાલીનો સામનો કરશે. ભારત માટે આ મેચ કરો યા મરો છે. કારણ કે હાર ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમની સફ સમાપ્ત કરી દેશે. 

આ મેચમાં જીત મેળવીને ટીમ અંતિમ-8માં પ્રવેશ કરી શકશે. લંડનના લી વૈલી હોકી એન્ટ ટેનિસ સેન્ટમાં આ મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 10.30 કલાકે રમાશે. જીતનારી ટીમ ક્વાર્ટર ફાઇનલમાં 2 ઓગસ્ટે આયર્લેન્ડ વિરુદ્ધ રમશે. 

ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન રાનીનું કહેવું છે કે જો તેની ટીમને હોકી વિશ્વકપના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવું છે તો તમામ ખેલાડીઓએ ઈટાલી વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કરવું પડશે. 

— Hockey India (@TheHockeyIndia) July 31, 2018

પૂલ-બીમાં સામેલ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ મેચ 1-1થી ડ્રો રમી હતી. બીજી મેચમાં આયર્લેન્ડ વિરુદ્ધ પરાજય થયો હતો. અમેરિકા સામે ડ્રો કરીને ભારતીય ટીમ ત્રીજા સ્થાન પર રહી અને આ કારણે તે પ્લેઓફમાં સ્થાન મેળવી શકી. 

ઈટાલીએ પૂલ સ્તરમાં રમાયેલી પોતાના મેચમાં ચીન વિરુદ્ધ 3-0થી, દક્ષિણ કોરિયા વિરુદ્ધ 1-0થી જીત મેળવી. પરંતુ અંતિમ મેચમાં નેધરલેન્ડ વિરુદ્ધ 1-12થી હારનો સામનો કરવો પડ્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news